SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ [ શ્રી સિહર્ષિ ઃઃ કળાકાર : મહામૂઢતા છે. બ્રહ્મરતિ અને મુક્તતા એક જ માબાપને પેટે જન્મે છે. આવી રીતે પ્રત્યેક નામકરણમાં બહુ ઊંડાણ છે, ભારે જબરી કળા છે અને નામે વાંચ્યાં હોય તો અંદર ઉતરી જાય તેવાં છે, એકવાર ચાલ્યાં પછી ન ભૂલાય તેવાં છે અને સાદાં સરળ હોવા છતાં આશયભરપૂર છે. મતલબ એ છે કે જે નામે એમણે સંપ્રદાયમાંથી લીધાં છે તે અને જે નામે તેમણે પોતે ઘડી કાઢયાં છે, જ્યાં છે, તે પ્રત્યેક રસ અને કળાનાં નમૂના છે. નામેનું પત્રક દરેક પ્રસ્તાવની શરૂઆતમાં આપ્યું છે અને સમુચ્ચયે આ ઉપોદઘાતને છેડે આપ્યું છે તે વાંચવાથી આ વાર્તા સિદ્ધ થયેલી સમજાશે. આ નામકરણની તેઓની ખાસ વિશિષ્ટતા છે અને તેથી નેધ કરવા લાયક છે. (b) પાત્ર જીવતા છે– શ્રી સિદ્ધર્ષિના પ્રત્યેક પાત્ર જીવતા છે. એ મરેલ જેવા કે મડદાલ નથી. એ દરેક પિતાને ભાગ બરાબર ભજવે છે અને ભજવે ત્યારે એમાં ચેતન્ય જણાય છે. એમના કમપરિણમ. જેવા રાજા હોય કે વૈશ્વાનર જેવા મોટા પાત્ર હોય, એમના માગનસારિતા જેવા નાના પાત્ર હોય કે બાળ કે મન્દ જેવા મૂખ પાત્ર હોય, એમની મૃતિ કે રાજા જેવી પિશાચી હોય કે સદગતતા જેવી ફટાયાની ધર્મપત્ની હોય, પણ એ દરેક પિતાનું કાર્ય યથાસ્થિત બજાવે છે અને જ્યારે જ્યારે રંગભૂમિ પર આવે છે ત્યારે ત્યારે પિતાની જાતને પૂરતા બહારમાં વ્યક્ત કરે છે. એના મકરધ્વજને કે દૈવનને બરાબર જોયા વિચાર્યા હોય તે એની ધમાલ જ ઓર અને એના મૃષાવાદ કે પરિગ્રહને જોયા હોય તો એની કાલીમા ઓર દેખાય. રંગભૂમિ પર આવનાર એને કઈ પણું પાત્ર ઠંડે નથી કે મૃતપ્રાય નથી. આ એમની પાત્રને આળખવાની કળા છે. એમણે છે કે દુર્વ્યસનને બતાવ્યાં ત્યારે એમને પણ બેટી બાજુએ પૂર બહારમાં બતાવ્યાં છે. એ મેહરાજનું સેન્ટ ચિત્તવૃત્તિમાં છુપાઈ જાય છે ત્યારે પણ એ બહાદુરીથી પાછું હઠે છે. પાત્રાલેખનની અદ્ભુત કળા છે. માત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy