________________
૨૨૮
[ શ્રી સિદ્ધર્ષિઃ કળાકાર : ગ્રહિધર્મ, સ્પશન, રસના, ઘાણું, દષ્ટિ, શ્રોત્ર, માર્ગનું સારિતા, પુણ્યદય, પરિગ્રહ, સમ્યગદર્શન વિગેરે.
એ નામાભિધાનમાં લેખક તરીકેની એમની કળા એમના વર્ણનમાં છે. દાખલા તરીકે એમણે મહામે હરાજને ઘરડા બતાવવામાં જબરી કળી વાપરી છે. એ રાજાને રાજ જરૂર કરવું છે, પણ એના “ ઘરમાં રાગ-દ્વેષ છે. એક રીતે વિચારતાં આખો સંસાર રાગ-દ્વેષ પર ચાલે છે. સંસારચર્યામાંથી રાગ દ્વેષ લઈ લઈએ તે સંસારમાં કાંઈ રહેતું નથી. ત્યારે એમણે રાગ-દ્વેષને મેહરાજાના પુત્રનું સ્થાન આપ્યું. પણ એટલાથી કામ પતે તેમ નહોતું. રાગ-દ્વેષ ગમે તેવા તે બચ્ચાં જેવાં છે. સમજુ લડયા એમને જરૂર ઓળખી જાય. એવો પ્રસંગ આવે ત્યારે મહારાજા પોતે ખૂબ ઘરડા થઈ ગયા હતા તે પણ હજુ હધિયાર હાથમાં ન લેવાની પ્રતિજ્ઞા લઈને કે વાનપ્રસ્થ થઈને જંગલમાં ચાલ્યા ગયા નહોતા. અવસરે એનામાં લડવાનું જોર અને પિતાના અધિકારની સંરક્ષણ વૃત્તિ પૂરતાં હતાં એટલે રાજસિહાસને એને મૂક્યા છે, પણ દીકરાને રાજ્ય ભળાવી દીધું છે. એના તાબાના રાજસચિત્તનો અધિકાર રાગકેસરીને આ અને તામસચિત્તનો દ્વેષગજેદ્રને આપ્યા. આમાં ખૂબી એ કરી કે બને બળવાન દીકરાને જરૂર પડે ત્યારે પિતા સહાય કરતા અને રાજ્ય જુદાં થઈ ગયાં એટલે કેસરીસિંહ કદી ગજેન્દ્ર સાથે લડત નહિ. આ રીતે બાપાની હયાતીમાં પુત્રને લડાઈ ન થાય તેવી ચેજના કરી અને બાપા મતાસિંહાસને ચાલુ જ હતા. નામાભિધાનની આ વિશિષ્ટતા છે. દરેકને નામ આપવા સાથે એનું કાર્ય પણ મુકરર કરી આપ્યું છે અને એમાં જરા પણ ગોટાળે ન થાય તે જોવાની લેખકે અગમચેતી વાપરી છે.
એ જ પ્રમાણે ચારિત્રરાજનું આખું લશ્કરશાસ્ત્ર સંપ્રદાયમાંથી લીધું. પણ એ કાંઈ દુનિયાના ચાલુ પ્રદેશમાં ન હોઈ શકે એટલા માટે પર્વતના શિખર પર એનું સિંહાસન ગોઠવ્યું. પર્વતના શિખરે સિંહાસન ગોઠવતાં સાત્વિક મનોદશાને કોઈ સ્થાન રહેતું નહોતું
એટલે એ પર્વત ઉપર સાત્વિકમાનસપુર ગોઠવ્યું અને તેમાં ચિત્તસમાધાન મંડપ ગોઠવ્યો. આ ગોઠવણ કરવામાં બહુ ગંભીરતા વાપરી છે અને તે ગોઠવતાં લેખકે બહુ વિચાર કર્યો હશે એમ સહજ અનુમાન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org