________________
પાત્રાલેખન :]
૨૨૭ વિકારે, સગુણે, વ્યસને અને દુર્ગાને પુરુષાકારે બતાવવા હતી, એમના પુસ્તકમાં કઈ પણ ચાલુ બનાવ કે ભાવ પ્રાયઃ બાકી ન રહે તે તેમની પ્રતિજ્ઞા હતી, પરંતુ ભાવે તે અનંત પ્રકારના હોવાથી એને છેડે આવે નહિ અને વક્તવ્ય તે દેશ-કાળની હદે બંધાય છે અને વાંચનારની ધીરજ અને પુસ્તકનું યોગ્ય કદ તેમના વખતના વિચાર પ્રમાણે સંકલિત હતું. એ સર્વ વાત લક્ષમાં લઈ તેમણે નાના ક્ષેત્રમાં સર્વ વાર્તા કરી નાખી છે. આ સૂત્ર તેમના ગ્રંથને સમજવાની ચાવીરૂપ છે. તેમને વાર્તા-અભુત કથા તે ચાલુ રાખવી હતી. તેમનો ગ્રંથ ઊંડાણમાં ઉતરનાર ન સમજે તો પણ વાર્તાને રસની ક્ષતિ ન થવી જોઈએ એ તેમનું લક્ષ્ય હતું અને સાથે એમને શાસ્ત્રપદ્ધત્તિથી જરા પણ ચાતરવું નહોતું. આ સર્વ મુદ્દા લક્ષમાં રાખીએ ત્યારે એમનું વિશિષ્ટ પાત્રાલેખન કળાકારની નજરે કેવું જણાય તેને કાંઈક ખ્યાલ કરાવી શકાય તેમ છે. આટલી વાત નજરમાં રાખી આપણે તેમની કળા સંબંધી કાંઈક વિચાર કરીએ.
(a) અભિધાનકરણ
પાત્રાલેખનને કળાદષ્ટિએ વિચારતાં તેમણે આપેલાં નામ સર્વથી પ્રથમ ધ્યાન ખેંચે તેમ છે. તેમને અંતરનગરના પાત્ર સાથે કામ લેવાનું હતું અને બાહ્યને છોડવા નહોતા. એને લઈને તેમણે કેટલાંક નામે પ્રચલિત આપ્યાં, પણ ઘણું નામ એમને જેડી કાઢવાં પડ્યાં છે. એમનાથી ચારિત્ર કે મેહના નામ તે ફેરવાય તેમ હતું જ નહિ, તેમને ફેરવવા જતાં તેમનું ક્ષેત્ર કે અવકાશ ( scope) ફરી જાય તે માટે ક્ષેભ થઈ જાય, એટલે એવાં પ્રચલિત નામે તેમણે કાયમ રાખ્યાં. એ વિચારણમાં–એ નિર્ણયમાં તેમણે બહુ દીર્ધદષ્ટિ વાપરી છે અને એ જ તેમની કળા છે. બીજે સાધારણ લેખક હેત તો એ નવાં નામેની કલપના જરૂર કરવા જાત અને તેમ કરવા જતાં એ જરૂર થપ્પડ ખાઈ જાત. પ્રચલિત નામનાં ઉપયોગમાં દાખલા તરીકે એમણે નીચેનાં નામ શાસ્ત્રસંપ્રદાયમાંથી લીધાં છે –
મહામહરાજ, ચારિત્રરાજ જ્ઞાનસંવરણ, દર્શનાવરણ, વેદનીય, આયુ, નામ, ગેત્ર, અંતરાય, યતિધર્મ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org