________________
એમનું અનેકવિષયગ્રાહી સાન ઃ ].
૨૨૫ ચપળને હરાવ્યા. દરમ્યાન અત્યંત સંદર્યશાળી ચૂતમંજરી જમીન પર એકલી રહી. વિમળકુમારનિર્જન વનમાં દહીંનું ઠામ જેઈને લલચાતે નથી પણ રક્ષણ કરે છે. ચૂતમંજરીને પણ એને જોતાં સહાય માગવાનું સૂઝે છે. એને એમ મનમાં થતું નથી કે ચૂલામાંથી કદાચ ઓલામાં પડવાનું થશે. ( પૃ. ૧૧૬૫). નિઃસ્પૃહી માણસની મુખમુદ્રા જ વિશ્વાસ ઉત્પન્ન કરે તેવી હોય છે. પછી પ્ર. ૫, પ્ર. ૫ માં જે પરસ્પર પ્રેમ વિમળ અને રત્નસૂડને થાય છે તે ખરેખર નિર્મળ છે, આકર્ષક છે, અનુકરણીય છે. મહાનુભાવતાનું દષ્ટાન્ત પૂરું પડે તેવો આ પ્રસંગ છે. (પ્ર. ૫. પ્ર. ૫. પૃ. ૧૧૭૫-૬). ચૂતમંજરી ભારે વિવેકથી એનાં વસ્ત્રને છેડે રત્ન બાંધી દે છે. (પૃ. ૧૧૭૭ ). આ મહાનુભાવતા, નિઃસ્પૃહતા, ઔદાર્ય અને દાક્ષિણ્યના અપ્રતિમ દાખલા પૂરા પાડે છે. એની સાથે વામદેવની તુચ્છતા, ધનસ્પૃહા અને દુર્જનતાની સરખામણું થયા વગર રહે તેમ નથી. (પ્ર. ૫. પ્ર. ૮.) દુનિયામાં વામદેવ ઘણા હોય છે અને વિમળકુમાર તે કઈ કઈક જ હોય છે. એને યથાપ્રકારે ચિતરવા એ અભ્યાસનું કાર્ય અને પરિણામ છે. આવા પ્રસંગેનો પાર નથી. લગભગ ગમે તે દુર્વ્યસન અથવા દુર્ગુણને આ ગ્રંથમાં સ્થાન મળ્યું છે. એમ ન હોય તો લેખક આખા સંસારને વિસ્તાર શી રીતે બતાવે? એ સર્વ માનસવિદ્યાને અભ્યાસ બતાવે છે.
આ સોળ મુદ્દા ઉપરાંત બીજા અનેક મુદ્દા લેખકને અંગે જણાવી શકાય. દાખલા તરીકે તેમનું પ્રાણુવિદ્યા(Zoology)નું જ્ઞાન, તેમનું કર્મસિદ્ધાંતનું જ્ઞાન, તેમનું કાર્ય કારણનું જ્ઞાન વિગેરે અનેક બાબતે તેમણે ગ્રંથમાં રેડી દીધી છે. એ બતાવવાને ઉદ્દેશ એ છે કે લેખક પોતે સર્વગ્રાહી, સર્વગ્રાહક અને સર્વવિવેચક હતા. એમણે સંસારના કેઈ બાહ્ય કે અત્યંતર વિષયને લગભગ છેડ્યો નથી. દરેક સારા ભાવ કે વિચારને ચર્ચા છે અને દરેક દુર્ગણ તેમજ અનેક આંતરભાવને પણ ચર્ચા છે. એમનું વૈવિધ્ય બતાવવા માટે આટલી હકીકત હાલ તુરતને માટે પૂરતી ધારવામાં આવી છે. આવા વૈવિધ્યભરપૂર સર્વગ્રાહી લેખક અન્યત્ર અનુપલબ્ધ છે એમ વિનાસંકોચે કહી શકાય તેમ છે. લેખક તરીકેની એમની વિશિષ્ટતાઓ હવે બીજી નજરે જોઈએ.
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org