________________
૨૨૨
[ શ્રી સિહર્ષિ : લેખકઃ (f) ચોથા પ્રસ્તાવમાં શૈલરાજને જન્મ દેવી અવિક્તિાની કુખે થાય છે. એ આઠ માથાવાળો છોકરો બહાર નીકળતી છાતીવાળો છે. એ વાકયમાં જ શૈલરાજનું આબેહૂબ વર્ણન થઈ જાય છે. (પ્ર. ૪. પ્ર. ૧. પૃ. ૭૦૫) એની સાથે મિત્રી થતાં કેવા કેવા વિચારો રિપદારને આવે છે તે પૃ. ૭૦૬–૭. માં આળેખ્યા છે એ ચિત્તવિદ્યાના અભ્યાસકને એગ્ય છે પણ એની પરાકાષ્ઠા “ સ્તબ્ધચિત્ત ” લેપની જનામાં આવે છે. એ લેપ હદય પર લગાડ્યા પછી પ્રાણી કે અક્કડ થઈને ચાલે છે તે તો આપણે દુનિયામાં દરરોજ જોઈએ છીએ. એનું વર્ણન બહુ માર્મિક ભાષામાં ગ્રંથકર્તાએ કર્યું છે તે પ્ર. ૪. પ્ર. ૧ને છેડે આવે છે. ત્યારપછી આચાર્યના આસન પર બેસવાની ધૃષ્ટતા કરે એ તો શિલરાજને આવિર્ભાવ જ હોય ( પૃ. ૭૧૭ ) અને નરસુંદરી ચાલી ચલાવીને વરવા આવી ત્યારે રાજસભામાં એને જે ફેસતો થયે તેનું વર્ણન ચિત્તવિદ્યાના અભ્યાસને ઉત્તમ પ્રસંગ પૂરું પાડે છે ( પ્ર. ૪. પ્ર. ૩. પૃ. ૭૨૯). પછી એ મહાત્મા લખી નાખે છે કે – निरक्षरोऽपि वाचालो, लोकमध्येऽतिगौरवम् ।
वागाडम्बरतः प्राप्तो यः स्यादन्योऽपि मानवः ॥ यः सर्वो निकषप्राप्तः प्राप्नोत्येव विडम्बना ।
महाहास्यकरी मूढो यथायं रिपुदारणः । આ વાત પણ દુનિયાના દરરેજના અનુભવને વિષય છે, ખૂબી એ વાતને એ પ્રકારે ચિતરવામાં છે. એને નરસુંદરી સાથે સંબંધ, પિતાનું અજ્ઞાન પ્રકટ થઈ જતાં રોષ, સ્ત્રીની સ્વાભાવિક નબળાઈ, અભણ અભિમાનીને તુચ્છ વિચારે અને નબળો માટી ઐયર પર શુ થાય એનું વર્ણન. એ પ્રસ્તાવના પાંચમા પ્રકરણમાં ચિત્તવિદ્યાને ખરો નમૂને પૂરો પાડે છે. (પૃ. ૭૪૦–૩) એ અભિમાની કળાન્વિત સુશિક્ષિત નરસુંદરીને તજે, એ માતાને પાટ મારે અને નરસુંદરી આર્ય સ્ત્રીને છાજે તેવી રીતે જીવનનો અંત લાવે (પૃ. ૭૫૧) એ સર્વ ચિત્તવિદ્યાને ખર અભ્યાસી જ લખી શકે તેમ છે. એના હાલ પણ અભિમાનીને યોગ્ય જ થયા, રાજપુત્ર હોવા છતાં એની પિતાની રખડપાટી પણ સારી થઈ અને એને તિરસ્કાર પણ ખૂબ મળ્યા. (પૃ. ૭૫૫)એને રાજ્ય મળ્યું ખરું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org