________________
એમનું અનેકવિષયગ્રાહી શાનઃ ]
૨૨૧ પાર પમાય તેવું છે. એ વાત બાજુ પર રાખીએ તો પણ જે વર્ણન અત્ર કર્યું છે એ ખરેખર અભ્યાસીને વિચારમાં નાખી દે તેવું છે. એમાં ભાષાની ખૂબી ઉપરાંત ચિત્તવિદ્યાને ઊંડે અભ્યાસ છે અને ખરેખરો ઊંડો પરિચય તેથી શક્ય છે.
પણ એ પરિચયની પરાકાષ્ઠા “ફરચિત્ત ” નામનાં વડાંની જનામાં છે. એ વડાંને ઉપગ વૈશ્વાનરે એ બતાવ્યો કે “ જ્યારે કોઈ પ્રસંગ પ્રાપ્ત થાય અને દૂર રહીને હું સંશા કરું ત્યારે તારે જરા પણ સંકલ્પવિક૯પ કર્યા વગર આ વડાઓમાંથી એક વડું ખાઈ લેવું. ” ( પૃ. ૩૫૪) આ વાતમાં ભારે રહસ્ય છે. ક્રોધી માણસ આખો વખત ક્રોધ કરતો નથી, પ્રસંગ મળતાં એ વૈશ્વાનરની અસર નીચે આવી જાય છે. આ વાતને મેળ ભારે યુક્તિથી મેળવ્યું છે. પછી વિદુરને તમારો મારે કે સહાભ્યાસીને તાડના તર્જના કરે કે છેવટે આખા ગામને બાળે એ સર્વ વેશ્વાનરના આવિર્ભા હોઈ એનું વર્ણન કરવા અત્ર ન કાઈએ. એવા પ્રસંગે તે આખા ત્રીજા પ્રસ્તાવમાં ઠાંસી ઠાંસીને ભર્યા છે. નિર્બળ ક્રોધી કેવી નિર્જીવ બાબતમાં ક્રોધ કરે છે તેને એક ભવ્ય પ્રસંગ પ્ર. ૨૮ માં છે. ત્યાં અમુક બે નગર (જયસ્થળ અને શાર્દૂલપુર) વચ્ચે અંતર કેટલો તેની હોંસાતેસીમાં એક ગાઉના વાંધાઓ નંદિવર્ધન ફુટ વચનનું માથું ઉડાવી નાખે છે. (પૃ. ૬૩૬) “આગ ઊઠે જે ઘરથકી તે પહેલું ઘર બાળે; જળને જેગ જે નવિ મળે, તો પાસેનું પ્રજાળે. ” આ વાત આખા પ્રસ્તાવમાં છે.
એના પર વિજય મેળવવા માટે નિમિત્તિઓએ “ક્ષાંતિ ” કુમારીનું વર્ણન કરી તેના લગ્નની હકીક્ત કહી છે તે બહુ મનન કરવા યોગ્ય અને ચિત્તવિદ્યાના અભ્યાસને નાદર નમૂને પૂરું પાડે છે (પ્ર. ૩. પ્ર. ૨. ). આ અંતરંગ મનેવિકારના અભ્યાસને મુખ્ય પ્રસંગ થયો.
આ ત્રીજા પ્રસ્તાવમાં ક્રોધ અને હિંસાના પ્રસંગે પરસ્પર ગુંચવાઈ ગયા છે એટલે કે સ્થળે એને કેને આવિર્ભાવ ગણો તે કહેવામાં મુશ્કેલી પડે તેવું છે, પણ હિંસાને અને ક્રોધને એટલો ગાઢ સંબંધ છે કે એક બીજામાં ઓતપ્રોત થઈ જાય તો તેમાં નવાઈ જેવું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org