________________
એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન :]
૨૧૯ ઉપર એક શિખર અને તેના ઉપર કબરી નામની ઝાડી જોઈ. એ ઝાડીમાં તેમણે લાંબી શિલાઓથી બનેલી નાસિકા નામની ગુફા જોઈ. (પ્ર. ૫. પ્ર. ૧૮. પૃ. ૧૨૮૦–૮).
આ વર્ણનમાં મલિકતા છે. મુખ પર મૂછો અને તેની અંદર ગુફા. આ વાતમાં કળા છે. નાસિકાને ગુફા સાથે સરખાવવાને ખ્યાલ જેને તેને આવે તેમ નથી. એને પાછા બે ઓરડા છે. ગુફાઓ જોઈ હોય તો આ સમજી શકે તેમ છે.
વધારે ખળી ભુજંગતાના પાત્રની છે. ધ્રાણુની એ દાસી થાય. (પૃ. ૧૨૮૯). એની પ્રેરણાથી સુગંધીમાં આસક્તિ થાય છે. કેવી થાય છે તે માટે જુઓ પૃ. ૧૨૨. એ ધ્રાણ વિષયાભિલાષને પુત્ર થાય છે. એના પ્રત્યેક પુત્ર જગતને વશ કરવાની શક્તિવાળા છે એ વાત ખરી, પણ ભુજંગતા દાસી વગર એ લગભગ અકિંચિત્કરની સ્થિતિમાં રહે છે એ વાત પણ થઈ જાય છે. આ પ્રસંગ પણ જનસ્વભાવને અભ્યાસ બતાવે છે.
() શ્રેત્રની હકીકત ચિત્તવિદ્યાના અભ્યાસ પૂરતી જેઈ જવા લાયક છે. (પ્ર. ૭. પ્ર. ૧૨). એમાં લેખકે કેવિદ બાલિશના પાત્ર પાસે કમાલ કામ કરાવ્યું છે. નિજદેહ નામના પર્વત પર મૂર્ધા નામનું શિખર અને તેની બન્ને બાજુએ “શ્રવણ” નામના બે ઓરડા બતાવ્યા છે. (પૃ. ૧૭૭૮) એ શ્રુતને રહેવાનું સ્થાન છે. એ દેવી તો એરડે છોડે જ નહિ, બાલિશને ઈચ્છા થાય ત્યારે વહાલી પત્નીને ઓરડે જાય. અસલ ગરાશીઆ કે મોગલ શહેનશાહ જેમ અંતઃપુરમાં કે જમાનામાં જતા એ એનો રાહ દેખાય છે. એની સાથે સંબંધ કરાવનાર “ સંગ” નામનો દાસ હતો અને એના ઉપર બાલિશને ખૂબ સ્નેહ હતા (પૃ. ૧૭૮૦). એ શ્રુતિ કોણ હતી? કેવી હતી? ક્યાંથી આવી ? કેમ પ્રસિદ્ધ થઈ ? કે પ્રપંચ તના સંબંધમાં રમાય છે? તે “ચિત્તવિદ્યા”ને અગત્યને વિષય છે અને સર્વ ઇદ્રિયને લાગુ પડે છે તેથી અત્ર તે સદાગમના શબ્દમાં નોંધી લઈએ. એને વિશેષ ભાવ પૃષ્ઠ ૧૭૮૦–૧ માં જોવામાં આવશે.
એ શ્રુતિ સંગ સાથે હોય ત્યારે જરા પણ વિશ્વાસ કરવા લાયક નથી. રાગકેસરીના મંત્રીએ એને જગતને જીતવા મોકલેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org