________________
એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન :].
૨૧૫ नास्त्येव तत्सुखं लोके यस्य नास्वादितो रसः । प्राप्तं समस्तकल्याणं प्रसादाद्देवपादयोः ॥ दृष्टं दृष्टव्यमप्यत्र लोके यन्नाथ ! सुन्दरम् । किं तु पुत्रमुखं देव ! मया नाद्यापि वीक्षितम् ॥ यदि तद्देवपादानां प्रसादादेव जायते ।
ततो मे जीवितं श्लाघ्यमन्यथा जीवितं वृथा । આ રીત સર્વ મળે પણ પુત્ર ન હોય તે જીવતર ઝેર જેવું થઈ જાય છે. એ ખાસ પત્ય વિચાર છે અને યોગ્ય રીતે આળેખાય છે.
પુત્રમેહને એ જ સુંદર તાદૃશ્ય ખ્યાલ કમળસુંદરીના સંબંધમાં બને છે. પ્ર. ૬. પ્ર. ૩. પૃ. ૧૪૮૭. ત્યાંક મળસુંદરી પુત્રની. ખાતર પતિને છાડી જંગલને આશ્રય લે છે. આ પરિસ્થિતિ ખરેખર વિત્ય છે અને અવલોકનથી જેનાર રહસ્ય સમજી શકે તેવી છે.
(૧૬) માનસવિધા. ... ... (Psychology)
આ શબ્દનો અર્થ “આન્વીક્ષિકી” અથવા આત્મવિદ્યા થાય. એને “ચિત્તવિદ્યા” પણ કહેવામાં આવે છે. જનસ્વભાવના અંદરના રહસ્યનો-માનસનો અભ્યાસ જેને હોય તેને અંગ્રેજીમાં “સાઈ કોલેજીસ્ટ” કહે છે. એનો અભ્યાસ જેમ વધારે હોય તેમ લેખક વધારે સફળ થાય છે. મોટા શેકસપિયર કે કાળીદાસ જેવા નાટકકારે વખણાય છે તે આ વિદ્યાના ઊંડા અભ્યાસી હોઈને છે. કઈ પણ નવલ નવલિકા કે અદભુત કાવ્ય લખનાર જનસ્વભાવને અભ્યાસી હોય તો પોતાના વિષયમાં ખરેખર ઝળકી ઊઠે છે અને એમાં જેટલે અંશે એની કચાશ હોય તેટલે અંશે એનું કાર્ય અપૂર્ણ રહે છે. આ જનસ્વભાવના અભ્યાસની પરિપૂર્ણતા જે કોઈ ગ્રંથમાં જોઈ હોય તે તે આ ગ્રંથમાં છે. શ્રી સિદ્ધર્ષિનો સ્વભાવઅભ્યાસ આબેહૂબ છે અને એને જેમ જેમ વિચારીએ છીએ તેમ તેમ એ બાબતની છાપ પડે તેમ છે. એક સાધારણ વાતા ઉપાડીને એના અંતરમાં ઊંડા અભ્યાસની વાત અવાંતરમાં કરતા જવી એ સાધારણ બાબત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org