________________
એમનું અનેકવિષયગ્રાહી સાન ઃ ]
૨૧૧ શક્તિ અને અવલોકનશક્તિ કેટલી ઊંડી હશે અને તે વ્યક્ત કરવાને કેટલો સારો અભ્યાસ હશે તે બરાબર ખ્યાલમાં લેવા ચોગ્ય છે. દારૂના પીઠામાં અને બહાર રહેનાર તેર પ્રકારના લેકેનું વર્ણન અવલોકન દષ્ટિએ ખાસ વાંચવા જેવું છે. એમાં નવમે અને દશમ પ્રકાર તે બહુ સુંદર શબ્દમાં ચિતરાયો છે (પૃષ્ઠ. ૧૬૬૯૧૬૭૦ અનુક્રમે). અવલોકન અને રજુઆતના એ નાદર નમૂના છે. (૯) રેટ
અરઘટ્ટ ઘટી. બહુ સાધારણ બાબત છે. એને વર્ણવીને લેખકે જબરું કેશલ્ય બતાવ્યું છે. ( જુઓ પ્ર. ૭. પ્ર. ૪.)
પૃ. ૧૬૮૨ થી ઈંટનું વર્ણન ચાલે છે. એના ચાર સાથીઓ (કર્ષક), એને ઉપરી હળપતિ, એને ખેંચનારા બળદે, એના કર્મકારકે, એના તુંબા, એના આરા, જે કૂવામાંથી પાણી ખેંચે છે તે કુવા, એને ચલાવવાનું ઘટિયંત્ર, એની પરનાળ, પાણી એકઠું થવાની કુંડી, એને ખાળ, એમાંથી નીકળતી નીક, ખેતરમાં જતું પાણી, ખેતરમાં બી, એને વાવનારે, એનાથી થતી ધાન્યનિષ્પત્તિ–આ આખું વર્ણન અવલોકનશક્તિ બતાવે છે. રૅટે અમે તમે ઘણા જોયા હશે, પણ એને વ્યક્ત કરવા એ કુશળતાનું કામ છે અને એને વૈરાગ્યના પ્રસંગમાં જોડી દેવા એ તે એથી પણ વધારે કુશળતાની હકીક્ત છે. સાધારણ બાબતને અવલોકનને વિષય કરતાં એનાથી કેવું સુદૃઢ પરિણામ નીપજાવી શકાય છે તે અત્ર ખાસ જોવા લાયક છે. ગ્રંથકર્તાના ગરવમાં આવી નાની નાની બાબતે પણ ઘણે મેટે વધારે કરે છે. (4) નદી
જુઓ પ્ર. ૪. પ્ર. ૯. પૃ. ૮૦૫-૬. ત્યાં પ્રમત્તતા નદીનું વર્ણન છે. એના ઉપનયની વાત બાજુ ઉપર રાખીએ, પણ નદી તરીકે એ વર્ણનમાં બારિક અવલોકનનાં પરિણામ છે. એની બન્ને બાજુની ભેખડે, એમાં નિરંતર વહેતું પાણી, એ પાણુને પ્રવાહ, એમાં થતા તરંગે, એ મહા નદીના મ, એ નદીની ખેંચી જવાની શક્તિ, એમાંના આવર્તે, એ નદીનાં મૂળ અને મુખ, એ નદીને સમુદ્ર સાથે સંગમ–આ સર્વ વર્ણન નદીના બારિક અવકનનું પરિણામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org