________________
એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] પડે છે, રૂસણે ચઢી જાય છે. એ આખી વાત રાજનીતિની છે, રાજનીતિને વિભાગ છે. (પ્ર. ૩. પ્ર. ૧૯. પૃ. ૫૫૫-૫૬૩.)
એવા જ પ્રસંગે રાજ્ય છેડી ચાલ્યા જવાને પ્રસંગ હરિકુમારના સંબંધમાં પણ બને છે (પ્ર. ૬. પ્ર. ૭.). મામા કરતાં હરિકુમારની
ખ્યાતિ વધી એટલે રાજા મામાને છેષ થયે. વૃદ્ધ મંત્રીએ કુમારને સલાહ આપી કે તેણે પરદેશ ચાલ્યા જવું. એ વખતે એને મનમાં જરા પણ બીક નથી, પણ ઉછેરનાર મામા ઉપર બીજું શું કરાય ? એ વિચારે એ તુરત ચાલી નીકળ્યા. એ પ્રસંગમાં રાજનીતિના ઘણાં સૂત્રો આવ્યાં છે. અર્વાદ મૃત્યું તો જા7િ સુચા અને આયુ = પ્રવર્તત્તે યુદ દિ મરિમનાના તથા રાજ્યમેહ વિગેરેની ઘણી વાતે એમાં થઈ ગઈ. (પૃ. ૧૫૩૯.)
નીતિના પ્રસંગોને પાર નથી. નીતિનાં સૂત્રો આખા ગ્રંથમાં છૂટાછવાયાં ખૂબ વર્યા છે. રાજનીતિના વિષયમાં લેખક પરિપૂર્ણ હતા એ બતાવવા મા આશય છે. એ કાર્ય એમણે સાંગોપાંગ પાર ઊતાર્યું છે. કઈ પણ નીતિ-વ્યવહારને ગ્રંથ હાથમાં લઈ એક પછી એક સૂત્ર હાથમાં લેવામાં આવે તો એનું પ્રદર્શન આ ગ્રંથમાંથી નીકળ્યા વગર રહે તેમ નથી. એ કઈ પ્રસંગ મળશે તે એ પર આખું પુસ્તક લખાશે, અત્ર તો નિર્દેશ માત્ર કરવાને ઉદ્દેશ છે, બાકી વિદ્વાન વાચકોએ સ્વયં સમજી લેવું. લેખક સીધી રીતે રાજનીતિનાં સૂત્રો તો કવચિત જ આપે છે, બાકી એમની મજા તે અંદરથી ૨હસ્ય શોધી લેવામાં છે અને એ ગ્રંથપદ્ધતિ નામથી જ જણાય છે એટલે બધો આધાર તો વાંચનારની તદ્વિષયમાં નિષ્ણુતતા અને ઉપનય શોધી કાઢવાની શક્તિને અવલંબે છે.
(૧૫) અવલોકન. . (Power of observation)
આ શિર્ષક નીચે ઘણી બાબતો લખી શકાય તેમ છે. કહેવાની બાબત એ છે કે કોઈ પણ હકીકત જોઈને વિવેચન કરવાની શક્તિ લેખકમાં અજબ છે. એના કેઈ કઈ પ્રસંગનો નિર્દેશ કરી બાકીની બાબત વાચનારની ગ્રહણશક્તિ પર છોડીએ. આપણે સર્વ દુનિ
२७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org