________________
૨૦૪
[ શ્રી સિદ્ધર્ષિ : લેખક : અત્યારે લંબાણ ન થતું હોત તે નીતિના અન્ય ગ્રંથમાંથી બતાવી શકાત કે એમનું યુદ્ધનીતિનું જ્ઞાન કેટલું પૂર્ણ છે. પુસ્તક સાથે નીચે કરેલી નોટમાં ક્વચિત્ એનું સંદર્શન કરાવ્યું છે. બાકી લડાઈની પદ્ધતિ અને લખવાની–ઉકેલવાની લેખકની શક્તિ અપાર છે, અગાધ છે, અવશ્ય છે. એ મુદ્દા પર ઘણે વિસ્તાર થાય તેમ છે, પણ મૂળ મુદ્દો કહી દીધો, બાકી મૂળ ગ્રંથવાંચનથી એ બાબતમાં ભાષા પરનો કાબનો ખ્યાલ વધારે આવી શકે તેમ છે. યુદ્ધકળાનો વિષય એક નિષ્ણાત તરીકે લેખકે લખ્યો છે એ સંબંધમા વિગતવાર ગ્રંથવાંચન સાક્ષી પૂરે તેમ છે. એનાં સ્થળો ટાંકી આ વિષયને લંબાવી શકાય, પણ સ્થળસંકોચથી તમ બની શકે તેવું નથી.
એક રીતે એમ પણ કહી શકાય કે આ ગ્રંથ મેહ અને ચારિત્રનું યુદ્ધ બતાવવા માટે જ લખાયો છે. એમને મુખ્ય ઉદેશ એ જ છે કે આપણું મનમાં જે તુમુલ યુદ્ધ વારંવાર ચાલે છે તેમાં અવારનવાર એક વિચારપ્રવાહની યા બીજાની ફતેહ આપણું નબળાઈ કે મક્કમતા પ્રમાણે થાય છે. આ માનસપ્રવાહમાં શી ચીજો, કયા ભાવો અને શા આશય રહ્યા છે તે બતાવી તેનું પૃથકકરણ કરવું અને તેને ચિતાર સમજાવી લોકોને સ્વપ્રાપ્તિ અને પરિત્યાગને માર્ગે દોરવા. એટલા કારણે આ મુદ્દા પર જરા વિશેષ સ્પષ્ટતાપૂર્વક લંબાણ ખુલાસે અત્ર લખ પ્રસ્તુત ગણ્યો છે.
૧૪ રાજનીતિ.. ... .... ( Politics & Strategy. )
હવે સામાન્ય રીતે રાજનીતિને વિષય વિચારી લઈએ. રાજકારભાર ચલાવવામાં અર્થશાસ્ત્ર અને સામદામાદિ નીતિનો ઉપયોગ સારી રીતે સમજવો પડે છે અને એને પ્રવેગ આખા ગ્રંથમાં સાર્વત્રિક છે. એવા થોડા પ્રસંગોને નિર્દેશ કરે સ્થાને ગણશે. રાજનીતિ અને યુદ્ધનીતિ કવચિત્ એક બીજાના ક્ષેત્ર પર આક્રમણ કરે તે વસ્તુસ્વભાવે તે તદ્દન બનવાજોગ છે.
(a) રાજ્યની સલામતી માટે લડાઈ વખતે મદદ માટે મિત્રરાજ્ય હોવા જોઈએ એ એક રાજનીતિ છે. મેહરાજાએ સાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org