________________
એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ]
૨૦૧
આમાં કઇ સલાહ ગમે? લહેર કરવી, ખાવુ પીવુ, મ્હાલવુ અને પૈસાના સાનાના ઢગલા કરવા એ સલાહ કાને ન ગમે ? મહામેહની આ યુદ્ધનીતિ છે. ઘનવાહનના સદાગમ પરના પ્રેમ હજી અંતરના પ્રેમ ન્હાતા; એમાં આ મહામહ અને પરિગ્રહનુ આક્રમણ થયું એટલે એ તા સર્વ વાત ભૂલી ગયા અને એની સદાગમ તરફ રુચિ હતી તે આછી થતી ચાલી. ( પૃ. ૧૭૭૬ ). ત્યારપછી એની પાસે સદ્યાગમનું માહાત્મ્ય કહેવામાં આવ્યું, પણ એ વાત પપ્પુ એને ઊલટી પડી. છતાં દેખાવ માત્ર એણે દ્રબ્યાચાર સ્વીકાર્યો, પણ અંદરખાનેથી એની મેાહપરિગ્રહ તરફ પ્રેમવૃત્તિ ઘટી નહિ.
.
પછી મેાહરાયે બીજી બાજુએથી ટકે માર્યો. પેાતાના રસાલદાર ‘શાક ન માકલી એણે તકના લાભ લઇ સંસારીજીવ ( ઘનવાહન )ને સદાગમથી પરાસ્મુખ બનાવ્યેા (પ્ર. ૭. પ્ર. ૧૩. પૃ. ૧૭૮૭ ). વળી મિત્ર મુનિ અકલંકના સદુપદેશથી કાંઇ ઠેકાણે આવ્યા પણ તે વખતે માહરાજાના લશ્કરમાંથી માયા અને સાગર આવ્યા અને સાથે કૃપણુતાને લેતા આવ્યા એટલે સ’સારીજીવે હદ કરી. ગુરુને યાદ આપવા લાગ્યુંા કે માસકલ્પ પૂરા થયા છે તેથી તેમણે સીધાવવું ચેાગ્ય છે ( પૃ. ૧૭૯૪ ). ચારા અંદરથી ખૂબ મજામાં આવી ગયા અને છેવટે સદાગમને દૂર દૂર જવું પડયું. પછી મહામાહરાજાએ ભયંકર મારા ચલાવ્યેા, જબરૂ આક્રમણ કર્યું. એનું વર્ણન પ્ર. ૭. પ્ર. ૧૫ માં જરૂર વાંચવા ચેાગ્ય છે. પછી મેાહરાયના પ્રત્યેક સેનાનીઓએ પણ જારી મારા આર્ચ (પૃ.૧૮૦૧–૧૮૧૦).
ખરી લડાઇ આઠમા પ્રસ્તાવમાં થાય છે. ભીષણ આંતરયુદ્ધ થાય છે. સોધમત્રી જાતે આવે છે અને વિદ્યાકન્યા સાથે લગ્ન કરાવે છે. એ સહ્યાધ આવવા નીકળ્યેા છે એવા માહરાયની છાવણીમાં સમાચાર મળતાં મેટા ખળભળાટ થાય છે અને પરસ્પર મંત્ર વિચારણા થાય છે ( પ્ર. ૮. પ્ર. ૮. પૃ. ૧૯૩૬–૭ ) પણ આ વખતે દુશ્મનામાં ઐકય ન રહ્યું. જ્ઞાનસંવરણુ રાજા ઓછી તૈયારીએ આગળ વધી ગયા, ખીજાની મદદ ન રહી, પાપાય વિગેરે તેની પછવાડે મર્દ ખેંચાઇને આવ્યા. આ વખતે માહરાજાના સૈન્યમાં સંપ નહાતા અને લડાઈ કેમ કરવી તેના નિશ્ચય નહાતા.
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org