________________
૧૯૮
| શ્રી સિદ્ધર્ષિઃ લેખકઃ આ આખા પ્રકરણમાં લડાઈની નીતિ-રીતિ-પદ્ધતિને બહુ સારે અભ્યાસ લેખકે બતાવ્યું છે. એમાં ખરી ખૂબીની વાત દુશ્મને એક બીજાને ઓળખતા પણ નથી એ જોવામાં આવે છે. દૂતનું કાર્ય વિચારવા ચોગ્ય છે અને લડાઈનું વર્ણન આશ્ચર્યકારક છે. એના પર અન્યત્ર વિવેચન થયું છે. અત્ર તે યુદ્ધનીતિના વિષયમાં લેખક મહાત્મા કેટલા નિષ્ણાત હતા તે ચર્ચવાનું પ્રસ્તુત છે. આવી રીતે પાંચમાં પ્રસ્તાવમાં ચારિત્રરાજના આખા લશ્કરને ચિત્તવૃત્તિ અટવીને છેડે ઘેરાયેલી હાલતમાં મૂકે છે.
એ વાર્તા સાતમાં પ્રસ્તાવમાં આગળ ચાલે છે. ચારિત્રરાજ અંધકારથી ભરેલી ચિત્તવૃત્તિ અટવીમાં ઊભા હતા, ચારે બાજુએથી ઘેરાઈ ગયા હતા, પણું તેમની ઈચ્છા સ્વામી (સંસારીજીવ)નું શ્રેય કરવાની હતી. સધ મંત્રી મહાનીતિવેત્તા હતે. એને ચિંતા એક જ હતી કે પિતાના સ્વામીનું આખું લશ્કર સંસારીજીવને મદદ કરવા તૈયાર હતું, પણ એ તે આ લશ્કરને ઓળખતે પણ નહોતો. હવે એને વિકાસ થતો હતો અને અંદર અંધકારને સ્થાને પ્રકાશ થતે હતા. એ જોઈ એ(સંસારીજીવ)ની પાસે કેઈ મુદ્દામ માણસને મોકલવાની સલાહ એણે મહારાજાને આપી. પ્રથમ સદાગમને મેકલવાનું ઠર્યું. સમ્યગદર્શન જવા તૈયાર હતા, પણ સધ શાણા મંત્રીએ પ્રસ્તાવ વગરનું કામ હાથ ન ધરવાની સલાહ આપી. એણે પ્રથમ ઓળખાણ અને પછી રુચિ થવાની વાર્તા કહી બતાવી. (પૃ. ૧૭૬૭–૮.) આ રાજનીતિ ખાસ વિચારવા
છે. દૂર દેશમાં ધર્મપ્રચાર કરવો હોય તો પ્રથમ સદાગમને ત્યાં મોકલવાની જરૂર છે. (જુઓ પૃષ્ઠ ૧૭૬૮ ની નીચે કરેલી નોટ.) મંત્રી સાધના મનની શાંતિ ખાસ વિચારવા યોગ્ય છે. સદાગમ કેણુ છે અને તેના પ્રસંગથી શા લાભ છે એને પરિચય અહીં મુદ્દામ રીતે થાય છે. મન વગર અન્યને ખુશી કરવા આ પરિચય થયો છે અને તેને જૈન પરિભાષામાં દ્રવ્યાનુષ્ઠાન કહેવામાં આવે છે. સદાગમના આવવાથી જ્ઞાનસંવરણ રાજા દબાય.
મહામેહરાયને ગભરાવનાર સદાગમ કેણ હતો તેને પરિચય અકલંક કરાવે છે તે વિચારી જવા યોગ્ય છે.
૧. પ્ર. ૭. પ્ર. ૧૦. પૃ. ૧૭૬૫–૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org