________________
એમનું અનેકવિષયગાહી સાન ઃ ]
૧૫ દુમિનેએ સંયમને ખૂબ માર્યો એ હકીકતની ખબર રાજસભામાં ચારિત્રરાજ અને તેના અધિકારીઓ પાસે આવે છે એટલે ત્યાં તો મોટો ખળભળાટ થઈ જાય છે. (પૃ. ૧૩૦૨). જરા શાંતિ થાય છે એટલે સત્ય શૈચ વિગેરે રાજાઓ શત્રુને ઉખેડી નાખવાની વાત મક્કમપણે જણાવે છે. પછી ચારિત્રરાજે પિતાની ખાસ કાઉન્સીલ ( Council of war or cabinet) બોલાવી. લડાઈખાતાના ઉપરી બેનાધિપતિ સમ્યગ્દર્શને પ્રથમ ધડાકે કર્યો. અને તે એક ઘાના બે કટકા કરવાની જ વાત હતી. લશ્કરી માણુ ઘણું આવેશમાં આવી જનારા હોય છે અને એને સ્વમાનને ખ્યાલ ઘણે ઉત્કટ હોય છે. પછી રાજાએ સોધિ મંત્રી તરફ જોયું. એ તે દિવાની બાજુનો (સિવિલિયન) હતા, મહામુત્સદ્દી હતા અને જરા પણ આવેશમાં આવ્યા વગર ધમાલમાં પણ મગજને સમતોલ રાખી શકે તે હતો. એણે યુક્તિથી સેનાધિપતિના વખાણ કર્યા, એના ઉત્સાહને પ્રેરણું આપી (પૃ. ૧૩૦૫) અને લશ્કરી તૈયારીએના વખાણ પણ કર્યો. પછી મુદ્દાની વાત કરવા માંડી. આ સર્વમાં એનું મુત્સદ્દીપણું ઝળકે છે. એણે વાતને ઉડાડવા પ્રથમ પ્રસ્તાવ કર્યો.
प्रस्तावरहितं कार्य, नारमेत विचक्षणः ।
नीतिपौरुषयोर्यस्मात्प्रस्तावः कार्यसाधकः ॥ અવસર વગર કાર્ય આદરવું યોગ્ય નથી એમ કહી યુદ્ધનીતિ જણાવવા માંડી. પછી યુદ્ધનીતિને અંગે છ ગુણો, પાંચ અંગે, ત્રણ શક્તિ, ત્રણ ઉદય સિદ્ધિઓ અને ચાર પ્રકારની નીતિ તથા ચાર પ્રકારની રાજવિદ્યા બતાવી. તે બતાવતાં કર્તા મહાશય કહે છે કે
स्थानं यानं तथा सन्धिविग्रहश्च परैः सह । संश्रयो द्वैधभावश्च षड्गुणाः परिकीर्तिताः ॥ उपायः कर्मसंरम्भे विभागो देशकालयोः । पुरुषद्रव्यसम्पच्च प्रतीकारस्तथापदाम् ॥ पञ्चमी कार्यसिद्धिश्च पर्यालोच्यमिदं किल । अङ्गानां पञ्चक राशा मन्त्रमार्गे विजानता ॥ उत्साहशक्तिः प्रथमा प्रभुशक्तिद्धितीयिका । तृतीया मन्त्रशक्तिश्च शक्तित्रयमिदं परम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org