________________
૧૯૪
[ શ્રી સિહર્ષિ : લેખક : જાય છે તે જાણતા નથી. સંતોષે ભવજંતુને મોક્ષમાં એકલી આવે એટલે તેઓ લડવા-વિજય કરવા નીકળી પડે છે અને પ્રથમ કાર્ય કરવા વિષયાભિલાષ મંત્રી પિતાના પાંચ પુરુષને આગળ કરે છે. એ પાંચ તે સ્પશન, રસન, ધ્રાણ, ચક્ષુ અને કહ્યું છે. લડાઈ કરવા મહામહરાજા અને રાગકેસરી સાથે ઉપડે છે. એમના લશ્કરની લડાઈની તૈયારીને અવાજ બતાવી એ વાત ત્યાં ૧છોડી દે છે. (પૃ. ૩૯૪.)
લડાઈનાં સ્થાને અને પાત્રોનું વર્ણન ચેથા પ્રસ્તાવમાં કરે છે. ચિત્તવૃત્તિ અટવીમાં પ્રમત્તતા નદીની અંદર એક તદ્વિલસિત નામને બેટ છે, તેમાં ચિત્તવિક્ષેપ નામને મંડપ નાખી, તેમાં તૃષ્ણાદિકા મૂકી તે પર વિપર્યાસ સિંહાસન પર મહાપ્રતાપી મહરાજાનું સ્થાન બતાવે છે. એના બે દીકરા રાગકેસરી અને દ્વેષગજેંદ્ર. ઘરડા ડોસા અને મહાબળવાન બે પુત્રને આખો પરિવાર ત્યાં બતાવવામાં આવે છે, એના આખા સામંતચક્રનું વર્ણન કરે છે.
એ મહામહરાયના સાતે સંબંધી રાજાઓ(Allies)નું પણ વર્ણન કરે છે. (પ્ર. ૧૮) આવી રીતે એક બાજુનાં લશ્કરનું વર્ણન કર્યા પછી બીજા પક્ષના લશ્કરનું વર્ણન કરતાં ચિત્તવૃત્તિ
અટવીને નાકે સાત્વિકમાનસપુરમાં વિવેકપર્વતના અપ્રમત્તતા શિખર પર જૈનપુર બતાવી, એમાં ચિત્તસમાધાન મંડપ વચ્ચે નિસ્પૃહતા વેદિકા ઉપર જીવવીર્ય સિંહાસન (મ, ૪. પ્ર. ૩૩), તેની ઉપર ચારિત્રરાજ નામના રાજા (મ, ૪. પ્ર. ૩૪) અને એના બે પુત્રે યતિધર્મ અને ગૃહિધર્મ જોવામાં આવે છે. (પ્ર. ૪. પ્ર. ૩૫), ત્યાં સમ્યગદર્શન સેનાપતિ અને સાધમંત્રી અગત્યના પાત્રો છે. (સદર. પ્ર. ૩૬) આવી રીતે બન્ને બાજુના લશ્કરનો પરિચય ખૂબ વિસ્તારથી બતાવ્યો છે. આ પરિચય ખબ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે.
પાંચમા પ્રસ્તાવમાં યુદ્ધનીતિનું ખરું પ્રદર્શન થાય છે. સંયમને સખ્ત ઘા પડ્યા છે અને તેને બીજા લેકે ઉપાડીને લઈ જાય છે.
૧. પ્ર. ૩. પ્ર. ૪. ૨. પ્ર. ૪. પ્ર. ૧૭. પૃ. ૮૮૩-૮૮૭. ૩. પ્ર. ૫. પ્ર. ૧૯, પૃ. ૧૭૦૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org