________________
એમનું અનેકવિષયગ્રાહી સાન ઃ ]
૧૯૩ છે અને સામ્યવાદ( Communism)ના સિદ્ધાન્ત પછી એના પર અનેક અવનવા પ્રકાશ પડેલા છે તે જ પ્રમાણે લગ્નને પ્રશ્ન ઘણે અગત્યનું છે. એ પ્રશ્નની વિચારણું કરવા માટે દશમી સદીના અગત્યના વિચારો ઉપયોગી થઈ પડે તેમ છે તેથી તે પર આ સ્પષ્ટ ઉલ્લેખ છે. એ ઉપરથી જણાશે કે આ લેખક મહાત્મામાં અનેક પ્રકારનું વૈવિધ્ય હતું. અનેક હકીક્ત જણાવવાની, ઝળકાવવાની અને વ્યક્ત કરવાની તેમની શક્તિ અસાધારણ હતી.
(૧૩) યુદ્ધનીતિ. . . .(War strategy)
શ્રી સિદ્ધર્ષિને આ ખાસ વિષય જણાય છે. તેઓ યુદ્ધનીતિવિગ્રહનીતિના જ્ઞાનમાં નિષણાત (expert) જણાય છે. એમના આખા ગ્રંથમાં મહામહરાજ એક બાજુએ અને ચારિત્રરાજ બીજી બાજુએ લડે છે તે તેમને બતાવવાનું છે. એ બતાવવા માટે તેમણે યુદ્ધનું આખું નીતિશાસ્ત્ર જુદા જુદા પ્રસંગે લઈને લખી નાખ્યું છે અને કેટલીક વાત વાંચનારની સમજ ઉપર ગર્ભિતપણે રાખી છે. તે કાર્ય તેઓ કેવી સફળતાથી બજાવી શક્યા છે તે જરા વધારે વિગતથી તપાસવું પડશે, કારણ કે લડાઈ-વિગ્રહ એ એમને ખાસ વિષય જણાય છે અને એક નજરે જોઈએ તે આખા ગ્રંથને એ ખાસ મુદ્દો છે. મારા મતે આ આખો ગ્રંથ “લડાઈ”-વિગ્રહને હેઈ, લેખકને ખરા આકારમાં બતાવવા માટે આ વિગ્રહનીતિ અને રાજનીતિ પર ખાસ લંબાણથી વિવેચન સ્થાને ગણશે.
પ્રથમ એમને પરિચય કરવાને માર્ગ નીહાળીએ. બહુ યુક્તિસર તેઓ બન્ને બાજુના પાત્રને-સામ સામે લડનારાઓને પરિચય કરાવે છે. ત્રીજા પ્રસ્તાવમાં સ્પર્શનની મૂળ શોધ કરવા માટે પ્રસંગ લઈ અતિ વૃદ્ધ મેહરાજાનું જેર, એની લડાઈ કરવાની તીવ્ર જિજ્ઞાસા, સાર્વત્રિક વિજય કરવાનો નિર્ણય બતાવી વૃદ્ધ રાજાએ બે પુત્ર રાગકેસરી અને દ્વેષગજેને રાજ્ય આપેલ હોવા છતાં અડીને વખતે ખુંખારે કરી હથિયાર હાથમાં લેતાં અને કૂચ કરતાં એને એમણે બતાવ્યાં છે. છતાં ખૂબી એ છે કે તેઓ કોની સામે લડવા
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org