________________
એમનું અનેકવિષયગ્રાહી સાન ઃ ]
૧૯૧ હતા. કન્યાને પિતા રત્નશેખર અનેક અગવડ અને ઉપાધિ વહારીને પણ દીકરીને આવા ઉત્તમ ધમષ્ટ પતિ સાથે જોડી આપે અને દીકરીની તમાં સંમતિ લે તે લગભગ “આદર્શ લગ્ન ” અને “ધર્મલગ્ન” વ્યવહારની નજરે કહેવાય. સ્થળ લગ્નમાં આ લગ્નને પ્રકાર પ્રથમ પંક્તિએ આવે છે. આંતરલનો કથાપ્રસંગમાં આવે છે તેની તા જાતિ જ જુદી છે. વ્યવહારમાં આ ધર્મલગ્ન ઉચ્ચ કેટિમાં આવે.
(g) છઠ્ઠા પ્રસ્તાવમાં હરિકુમાર અને મયૂરમંજરીના લગ્ન પણ એ જ રીતે પ્રથમ કેટિમાં આવે. મંજરીને સ્નેહ હરિકુમાર પર ઘણે છે, બાળકાળના મિત્રો છે, મામા ફેના છોકરાં થાય છે, વિરહદશાને સાક્ષાત્કાર માતાને થાય છે (પૃ. ૧૫૧૮) અને માતા પુત્રીને હૃદયવલ્લભ મેળવી આપવાનું બંધુલાદ્વારા વચન આપે છે (પ્ર. ૬ પ્ર. ૫. પૃ. ૧૫૨૨) અને પિતાની પરવાનગીથી ઉત્સવપૂર્વક હરિ-મંજરીના લગ્ન થાય છે. એ લગ્નપ્રકાર પણ સુંદર ગણાય. (પૃ. ૧૫૨૬-૭) રાજદરબારમાં તે પસંદગી લગ્નને ઘણું ઉચ્ચ સ્થાન હતું એમ અનેક પ્રસંગે જણાય છે. સામાન્ય જનતા તેનું અનુકરણ કેટલે દરજે કરતી હતી તેને ખ્યાલ આવતો નથી.
(h) ગુણધારણ કુમાર મદનમંજરી વિદ્યાધરપુત્રીને પરણે છે તેમાં પ્રેમલગ્નને સ્થાન છે પણ મેહ વધારે છે. પ્રથમ દષ્ટિએ મળતાં પ્રેમ થઈ જાય તેમાં ઘણું વાર મેહને પ્રકાર વધારે હોય છે. એમાં ઉમત્તતાને ભાવ વધારે અને લાગણીના ઉછાળા વધારે હોય છે. વિદ્યાધરને અન્યની ભીતિ પણ ઘણું રહે છે. એ લગ્ન પણ એકદમ થઈ જાય છે, જંગલમાં થાય છે અને ધમાલમાં ગુણધારણના પિતાને નગરમાંથી બોલાવવાને પણ વખત મળતો નથી. (પ્ર. ૮. પ્ર. ૩. પૃ. ૧૮૭૭.) એ લગ્ન સુખી નીવડે છે એ અકસ્માત છે, બાકી એ લગ્ન ચાર પ્રકારના આસુરલગ્નની કક્ષામાં એ જાય. આ લગ્નને માત્ર લગ્નની નજરે જોઈએ તે હીન પ્રકારમાં એ આવે.
(i) ઉપરાંત નીચેનાં લગ્ન આંતર નગરનાં છે. એના પર વિવચન કરવું નકામું છે. ગ્રંથલેખનમાં એને અગત્યનું સ્થાન છે પણ લગ્નના પ્રકારમાં એનો ઉપચોગ નથી. કેટલાંક તા ભવિષ્યમાં થનારાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org