________________
૧૯૦
[ શ્રી સિહર્ષિ ઃ લેખકઃ આવે છે અથવા વર અને અણવર માત્ર બે જ જણે સાથે જઈ કન્યાને પરણીને લઈ આવે છે તેવા પ્રકારના છે. આવા પ્રકારના લગ્ન અત્યારે પણ થાય છે. એવાં લગ્નને પ્રકાર તુચ્છ કટિમાં આવે છે અને લગ્નની પહેલાં પૂરતી જાહેરાત થતી ન હોવાથી નિષિદ્ધ ગણાય છે. એને લગ્ન તદ્દન ખાનગી રહ્યા જણાય છે, નહિ તે સુરતમાં જ રત્નતી નંદિવર્ધનને પરણત નહિ.
(e) વિભાકર સાથેના યુદ્ધમાં સમરસેન અને દ્રુમને હરાવી મારી નાખ્યા અને છેવટે વિભાકરને પાડ્યો ત્યારે નંદિવર્ધનની કીર્તિ ઘણું વધી ગઈ અને નગરપ્રવેશ થતાં કુમારી કનકમંજરી સાથે તારામૈત્રક થયું. એ કનકશેખરની બહેન થાય. એણે નંદિવર્ધનની આંખમાં મેહ-પ્રેમ છે અને એ પ્રેમમાં મૂંઝાઈ ગઈ. એણે આકરી કામદશા અનુભવી. એના પિતાએ એને નંદિવર્ધન સાથે પરણાવી. આ મેહથી થયેલા પ્રેમલગ્ન કહેવાય. દશમી સદીમાં આવા લગ્ન આદર્શ ગણાતા હશે. (પ્ર. ૩. પ્ર. ૨૪.) એનાં હસ્તમેળાપ વખતે એ ઉઘાડે મુખે માયરામાં બેસે છે, એના શરીર પર વસ્ત્રો એવા છે કે એમાંથી એનું પેટ પણ દેખાય અને એનું વર્ણન વાંચતાં (પૃ. ૬૧૩) અત્યારની પતંગીઓ જેવી સ્ત્રીઓ (butterfly કે flapper ) યાદ આવે. એમ બનતું હશે એમ કદાચ આજ ન માનવામાં આવે, પણ દશમી સદીમાં પડદો કે ઘુમટો નહોતો એ તે ઐતિહાસિક વાત છે. આ લગ્ન માત્ર લગ્નની નજરે જોઈએ તો આદર્શ ગણાય. એમાં મંજરી ભૂલી હતી તે જુદી વાત છે, પણ લડાઈમાં વિજય મેળવનારને સુંદરીઓ ખૂબ ચાહતી હતી એ લડાઈના ભેગને બદલો ગણાય. એમ લાગે છે કે કનકમંજરીને કદાચ ખબર પણ નહિ હોય કે રત્નપતીને તે વરરાજા પરણી ચૂકેલા હતા. ગમે તેમ હોય પણ “યુદ્ધ લગ્ન” તરીકે આ લગ્નપ્રકાર એક અવનવી ભાત પૂરી પાડે છે અને એ ખાસ જાણવા ગ્ય છે. (૨, ૩. પ્ર. ૨૪ મું. એ આખું પ્રકરણ આ રીતે વિચારવા ચોગ્ય છે.)
(f) વિદ્યાધર રત્નચૂડના લગ્ન ચૂતમંજરી સાથે થયેલા વર્ણવ્યા છે (મ, ૫. પ્ર. ૪. પૃ. ૧૧૬૯-૭૦) તેમાં બે પ્રકાર છે: એક તે રત્નચૂડ સ્વધમાં હતો અને લક્ષણયુક્ત શરીરવાળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org