________________
૧૮૮
[ શ્રી સિહર્ષિ : લેખક : વહેમી મન (Doubting mentality) નિપુણ્યક
(પ્ર. ૧. પીઠબંધ. પૃ. ૧ર-૫) મિથ્યાભિમાન (Pride) રિપુકંપન (ક, ૪. પ્ર. ૨૩. પૃ. ૯૪૪)
આ સર્વ બાબતે લેખકનું જ્ઞાનવૈવિધ્ય અને દુનિયાને અનુભવ તથા વ્યવહાર વ્યક્ત કરવાની શક્તિને એના સાદા, સ્પષ્ટ અને આકર્ષક આકારમાં બતાવે છે.
(૧૨) લગન. ... ... ... (Marriage)
સંસારને પાયો લગ્ન પર છે. આર્થિક પ્રશ્નમાં લગ્ન અને મિલ્કત બે મુખ્ય સ્થાન ભોગવે છે. લગ્નના પ્રસંગે આખા ગ્રંથમાં
એટલા અને એવા આવે છે કે લગ્નના વિષયમાં લેખકશ્રી તદ્વિતનિષ્ણાત (specialist ) હોય એમ કહી શકાય. એમના ગ્રંથમાં લગ્નના અનેક પ્રકાર આવે છે અને દરેકની ખાસીઅત જુદી છે. એ પ્રસંગ પર બહુ મુદ્દાસરનું ટૂંકું જરૂરી વિવેચન કરી માત્ર વસ્તુનિર્દેશ કરવાથી તેનું વિશાળ જ્ઞાન કેટલું વિવિધ હતું તે બતાવાશે. નીચેના પ્રસંગે આ બાબતને અંગે વિચારવા – (a) નરસુંદરી–રિપુદારણ લગ્ન (પ્ર. ૪. પ્ર. ૩).
આ લગ્નમાં લગ્ન કરવા સારુ વરની ખ્યાતિ સાંભળી કન્યા રાજપુત્રી હોવા છતાં પરીક્ષા કરવા માટે તેને મળવા આવે છે, રાજસભામાં પ્રશ્ન કરવાની હિંમત કરે છે, કળાનો અભ્યાસ કેટલે છે તેની પરીક્ષા કરે છે અને છેવટે પિતાના હુકમને તાબે થઈ વગર તપાસે પરણું જાય છે. આમાં સંમતિ લગ્ન, પસંદગી લગ્ન, સ્ત્રીની મર્યાદા, પિતાની આજ્ઞાનું પાલન આદિ અનેક પ્રશ્નો અંતર્ગત છે; પણું લગ્નની એક પદ્ધતિ તરીકે આ બાબત ખાસ વિચારવા યોગ્ય છે. આ પસંદગીના લગ્ન છે, પણ એના ઉપર મા-બાપને અંકુશ છે અને તે અંકુશ આખરે પસંદગી કરતાં વધારે આકરો થઈ જાય છે. (પૃ. ૭૩૭.) આવા પ્રકારનાં લગ્નો પણ શ્રી સિદ્ધર્ષિના સમયમાં પ્રચલિત હશે એમ ધારી શકાય. પસંદગી છતાં વડીલોને અંકુશ ચાલુ રહે છે તેની અંતર્ગત કુટુંબભાવના કેવી હશે તે ચર્ચવા ચેચ પશ્ર દવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org