________________
૧૮૬
[ શ્રી સિદ્ધર્ષિ : લેખક ? જ્ઞાનની વિશાળતા, સ્વયં નિલેપતા અને વૈવિધ્યની છાપ હદય પર પાડ્યા વગર રહે નહિ. ગ્રંથના વધારે ઊંડાણવાળા વાંચનથી આવી તે અનેક નાની નાની બાબતે મન પર આવે તેમ છે.
(h) મિત્રદ્રોહ. (Treaclery ) ધનશેખરે હરિકુમારના વિશ્વાસને-સ્નેહનો ખ્યાલ કર્યા વગર એની સ્ત્રીને અને એના રત્નને પચાવી પાડવા એને દરિયામાં નાખી દીધો. એનાં પરિણામ એને તુરતજ ચાખવાં પડ્યાં. (પ્ર. ૬. પ્ર. ૭.) એ મિત્રદ્રોહનું દષ્ટાન્ત આબાદ છે. એ જ પ્રકારનું બીજું દષ્ટાન્ત વામદેવનું પ્ર. ૫. પ્ર. ૮ માં આવે છે. વિમળકુમાર સાજ ને નમૂન છે, ત્યારે આ ભાઈ ધનશેખર મિત્ર-દ્રોહ કરનાર છે. એ દષ્ટાન્ત પણ ખરેખર વિચારવા યોગ્ય છે. એ જ પ્રસંગ કનેકશેખરને અંગે નંદિવર્ધન મિત્ર હોવા છતાં કનકશેખર સાચાં વચન કહે છે તે માટે નંદિવર્ધન તરવાર પર રાજસભામાં હાથ નાખે છે. (પ્ર. ૩. પ્ર. ૨૫. પૃ. ૬૧૮.) મિત્રતાને એ રે દ્રોહ છે.
() કતજ્ઞતા, (Ungratefulness) ઉપકાર કરનાર પર ઉપકાર કરવાને બદલે અપકાર કરનાર અતિ અધમ માનસિક દશાના પુરુ જગતમાં કેક હોય છે. એનું દષ્ટાન્ત સદર વામદેવ (પ્ર. ૫. પ્ર. ૮.) પૂરું પાડે છે. વિમળકુમારથી એ વધેલો એનાં જ રત્નની ચોરી કરે છે અને એને જ છેતરે છે. એનાં કરતાં ધનશેખરની કતદાતા તે હદ વગરની છે. એનું આખું જીવન કૃતજ્ઞતાને નમૂને છે. એ પહેરેલે કપડે સ્વોપાર્જિત દ્રવ્ય મેળવવા નીકળી પડે છે ત્યારે માતાને તે જવાબ પણ આપતા નથી. (પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૭૨) એને નમન કરે છે એટલી પણ એની વિશિષ્ટતા ગણાય. કમલિનીને પર પણ ધનદ શેઠની પુત્રીને સુખ ન આપ્યું. શેઠે એકની એક દીકરીને સુખી કરવા એને રાખ્યો હતો પણ એની નજર તે ધન પર જ હતી. એ શેઠને ઘેર પણ ન રહ્યો અને ધન ધન કરતો સેનેયા ભેગા કરવા લાગ્યા. કમલિનીને એણે જરા પણ સુખ આપ્યું હોય એમ લાગતું નથી. અંતે કરડે મન્યા તે પણ બૈરીને એના બાપને ઘેર મૂકી. (પૃ. ૧૪૪.) એ
ત્યારપછી કમલિનીને ભેગા થયે નહિ અને તવંગર બાપની સુશીળ દીકરી છતે ધણીએ વૈધવ્યનાં દુઃખ ભેગવી મરી ગઈ હશે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org