________________
૧૮૫
એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ]
मद्यं ही निन्दितं सद्भिर्मद्यं कलहकारणम् । मद्यं सर्वापदां मूलं मद्यं पापशताकुलम् ॥ न त्यजेद्व्यसनं मद्ये पारदार्ये च यो नरः । यथायं वत्स लोलाक्षस्तथासौ लभते क्षयम् ॥ मद्यं च पारदार्य च यः पुमांस्तात मुश्चति ।
स पण्डितः स पुण्यात्मा स धन्यः स कृतार्थकः ॥ આ આખા વિભાગ દારુ પીનારની સ્થિતિના બારિક અવલોકન વગર લખી શકાય તેવો નથી. એની ભાષા અને વર્ણનનું સચોટપણું બહુ સુંદર છે. વર્ણનદષ્ટિએ એમાં કાવ્ય અને ગૂઢ શક્તિ છે. આખો પ્રસંગ પ્ર. ૪ ના વેવીશમાં પ્રકરણમાંથી સમજવા યોગ્ય છે. | દારૂના પીઠાનું ખરું વર્ણન પ્ર. ૭. પ્ર. ૩ માં આવે છે. ત્યાં એક મુનિ પિતાને દીક્ષા લેવાના કારણમાં દારુનું પીઠું જોયું એ વાત કરે છે અને તેથી પોતાને ઉપદેશ લાગે એમ કહે છે. એના અગત્યના મૂળ લેકે પ્ર. ૧૬૬૭ માં આપ્યા છે એટલે અત્ર ફરી વાર પુનરાવર્તન કરતા નથી. દશમા સૈકામાં દારૂના પીઠાં કેવાં ચાલતા હશે, ત્યાં લોકો શું કરતા હશે, કેમ વર્તતા હશે એને બરાબર ખ્યાલ આપે એવું આ વર્ણન છે. એના ઊંડા આશયની સાથે આપણે અત્યારે કામ નથી. અહીં તે વાત એ છે કે શ્રી સિદ્ધર્ષિએ જે જોયું હશે તેને લખી જણાવવાનું તેમનું કૌશલ્ય ભારે જબરું છે. પછી એમાં જુદા જુદા પ્રકારનાં લેકેને દારુની એ છીવધતી અસર થાય છે તેનું પણ ભારે વર્ણન આવે છે.
આ સર્વ હકીકત દારુની અસર તળે માણસેના કેવા હાલ થાય છે તે બતાવે છે અને લેખકની એ વર્ણવવાની શક્તિ બતાવે છે. આ સર્વ પ્રસંગને જ્યારે સમન્વય કરવામાં આવે ત્યારે લેખકની વિશિષ્ટતાને ખ્યાલ આવી શકે. જે લેખક શેલેશીકરણની અને વાંદરાના બચ્ચાની પણ વાત કરી શકે છે તે લોલાક્ષ જેવા શ્રીલંપટ દારુડીઆ અવિવેકીને પણ ચિતરી શકે છે એ એમના
૧. જુઓ ક. ૪. પ્ર. ૨૩. પૃ. ૯૪૩. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org