SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] ૧૮૩ ધરનારની અથવા એવા જીભલડીના રસિયાની શી ગતિ થાય છે તેનું આ આબેહૂબ વર્ણન છે અને માંસની વ્યસનતા કેવી ચીજ છે એ પર યોગ્ય દષ્ટાન્ત આપ્યું છે. (9) ચેરી. (Theft) કરનાર દુષ્ટ શીલ, તેને મદદ કરનાર અને ચોરીનો માલ પડાવી લેનાર મહેશ્વર શેઠ મફતમાં માલ પડાવી લેવા કેવા લલચાય છે અને જાતે ગરીબ તરફ કેવા પ્રતિકૂળ વલણવાળા છે તથા ચોરી કરનાર અને તેને ઉત્તેજન આપનારના અંતે કેવા હાલ થાય છે એ વાત ભવચક્રના કેતુકામાં ઠીક કહી દીધી છે. (પ્ર. ૪. પ્ર. ૨૪.) એમાં ધનનું સ્વરૂપ અને તે જવા બેસે છે ત્યારે કેવું શીધ્ર ચાલ્યું જાય છે એ વાત તે ભારે મજાની કહી દીધી છે. મામા ભારે જબરા છે, મહાઅનુભવી છે, ખૂબ જોઈને સમજાવી શકનાર છે. (પૃ.૫૭-૮) એમનું કથન મનન કરવા યોગ્ય છે. ચેરીના મોટા દુર્ગુણ પર આના કરતાં પણ વધારે સબળ દષ્ટાન્ત પાંચમા પ્રસ્તાવમાં વામદેવને અંગે આવે છે. એ વિમળના રત્નને કેવું સંતાડે છે અને ચેરને પિટલે અંતે ધૂળની ધૂળ કેવી થાય છે એ આખી વાર્તા મનન કરી સમજવા ગ્ય છે. (પ્ર. ૫. પ્ર. ૮.) આ ચોરીને મહાદુર્ગણ છે અને એને લેખકે બરાબર વર્ણવ્યો છે. (f) પરસ્ત્રીગમન. (Adultery) વેશ્યા સર્વ સામાન્ય સ્ત્રી-પચસ્ત્રી છે. અન્યને પરણેલી હોય તેની સાથે વિષયસુખ સેવનાર તેના પતિને પણ મોટો અન્યાય કરે છે. લાક્ષ રાજા પ્ર. ૪. પ્ર. ર૨ માં પિતાના સગા ભાઈની સ્ત્રી રતિલલિતા ઉપર નજર બગાડે છે. રતિલલિતાની પછવાડે એ પડે છે ત્યારે સ્ત્રીની નૈસર્ગિક બુદ્ધિ-પ્રેરણાથી એ એની કામવાસના સમજી જાય છે (પૃ. ૯૪૦.). અંતે બને સગા ભાઈઓ તરવારબાજી ખેલે છે અને લાલાક્ષ પડે છે, રાજ્યથી ભ્રષ્ટ થાય છે અને લેકની નજરમાં હલકે પડે છે. પરદા રાગમનમાં મદનકંદળી તરફ બાળનું આકર્ષણ અને આખરના હાલહવાલ એ જ પરિણામ સૂચવે છે. (પ્ર ૩. પ્ર. ૧૦.) (g) સુરાપાન. (Alohohol) જેમ મોટા વિષયમાં શ્રીસિદ્ધર્ષિની કલમ ચાલી છે તેમ દુનિયાના નાનામાં નાના કે મોટામાં મોટા દુર્ગણને એ ભૂલ્યા નથી. ક્રોધ, માન, માયા, લોભને તે એમણે ખૂબ ચિતર્યા છે અને તે માટે ત્રીજા, ચોથા, પાંચમા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy