________________
૧૮૦
[ શ્રી સિદ્ધર્ષિ : લેખક : प्रकर्षेणोदितं “माम ! किमित्येष महेश्वरः । उन्नामितैकधूर्मन्दं वीक्षते मन्थरेक्षणः ॥ अर्थिनां वचनं किं वा सादरं बहुभाषितम् । एष बाधिर्यहीनोऽपि नाकर्णयति लीलया ॥ कृतप्राञ्जलयो नम्रा य एते चाटुकारिणः । एतानो वीक्षते कस्मात्तुणतुल्यांश्च मन्यते ॥ दृष्ट्वा दृष्वा च रत्नानि किञ्चिद् ध्यात्वा मुहुमुहुः ।
તથા વનઃ fઉં મરવ યાજિક . ” ભવ્ય વર્ણન છે. ગાદીતકીએ બેઠેલા શેઠ આખા જગતને તૃણ તુલ્ય ગણે-માગનાર સામે આંખ ઊંચી પણ ન કરે અને રત્ન મણિ માણેકના ઢગલા ઉપર જોયા કરે. એ જ આપણે શેડીઓ. વાંચતા લાગશે કે લેખકશ્રીએ દુકાન ઉપર બેઠેલા મોટી ફાંદવાળા અભિમાની શેઠને ખૂબ જોયા હશે અને એમના માનસને અભ્યાસ કર્યો હશે.
પછી એ આખા ભુવનને કેવું ભિખારી માને છે, એ લોભમાં તણાઈને ચોરીને માલ એ છે મૂલ્ય જાણી જોઈને ખરીદે છે, પકડાય છે અને ભિખારી થઈ તદ્દન હતજીવન થઈ જાય છે. આ સર્વ વ્યાપારીના મગજની સ્થિતિ અને વિચારણું બતાવે છે. બધા વ્યાપારી આવા હેાય છે એમ કહેવાનો આશય નથી, પણ આવો પ્રકાર–આવા વિચારે અને આવો વ્યવહાર લગભગ સાર્વત્રિક છે એ આપણે “વાણુંઆ” શબ્દ સાથે સમજી જઈએ છીએ. લેખકને વિશાળ અનુભવ બતાવવા માટે આટલાં દષ્ટાન્ત પૂરતાં છે.
(૧૧) દુર્ગુણ-દુર્વ્યસન (Misbehaviour ) ( Anti
aryan conduct. ) શ્રી સિદ્ધર્ષિ ગણિ નૈતિક લેખક છે એટલે એમણે સદ્દગુણોને ચિતર્યા હશે એમ ધારી શકાય, પણ સદ્દગુણની સામે દુર્ગણ અને દુર્વ્યસનનાં ચિત્રો ન મૂક્યાં હોય ત્યાંસુધી બરાબર સરખામણું થતી નથી. લેખક સર્વગ્રાહી અને વિશાળ દૃષ્ટિવાળા હતા એટલે એમણે ચિત્ર ચિતરવામાં ખામી રાખી નથી. દુર્ગણ અને દુવ્યસનનાં ચિત્રો તે એમણે પાર વગરનાં ચિતર્યા છે અને એક રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org