________________
૧૭૪
[ શ્રી સિદ્ધર્ષિ લેખક : તે પાર નથી, પણ નીચેના પ્રસંગે એની સિદ્ધિમાં બતાવી શકાય. એમના જ્ઞાન અને વૈવિધ્યને ખ્યાલ આવવા માટે આ વિષયના કેટલાક દાખલા વિચારી જઈએ.
(a) વ્યાપાર કરનારના મનમાં કેવા વિચારો આવે તે ધનશેખર બતાવે છે. એને “સાગરના કલોલ” કહેવામાં આવ્યા છે. - પાર્જિતદ્રવ્યની મહત્તા ત્યાં એ વિચારે છે.
धनमेव जगत्सारं, धनमेव सुखाकरं । धनमेव जगल्लाध्यं, धनमेव गुणाधिकम् ॥ धनमेव जगद्वन्ध, धनं तत्तत्त्वमुत्तमम् । धनं हि परमात्मेति, धने सर्व प्रतिष्ठितम् ॥ धनेन रहितो लोके, पुरुषः परमार्थतः । तृणं भस्माशुचिधूलियद्वा नास्त्येव किञ्चन ॥ धनादिन्द्रो धनाद्देवा, धनादेते महीभुजः । अन्येभ्योऽभ्यधिका भान्ति, नान्यत्किञ्चन कारणम् ॥ एको दाता परोऽर्थीति, स्वाम्येकः सेवकोऽपरः । पुरुषत्वे समानेऽपि, धनस्येदं विजृम्भितम् ॥ तदत्र परमार्थोऽयं, सर्वयत्नेन तद्धनम् । स्वीकर्तव्यं नरेणोच्चैरन्यथा जन्म निष्फलम् ॥
(પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૬૮. ૯) એના ઘરમાં કુલકમાગત દ્રવ્યને પાર નથી, પણ એને એ દ્રવ્ય ન ખપે. એમાંથી એક પાઈ પણ લીધા વગર પોતાના ભુજાબળે ધન મેળવવા પરદેશ જઈ, પુરુષાર્થ કરી, ધન કમાવા પિતાની રજા માગે છે. એ પિતા પુત્રની વાતચીત વાંચવા જેવી છે. પછી દૂરદેશ કમાવા જનાર દીકરાને વૃદ્ધ પિતા શિખામણ આપે છે તે વ્યવહારુ અનુભવી વ્યાપારીના મુખમાં ખૂબ શોભે તેવી છે, વ્યાપારના પૂરા જ્ઞાનની હાજરી બતાવનારી છે. જુઓ પૃ. ૧૪૭૧ ત્યાં ધનશેખરના પિતા કહે છે કે –
" वत्स ! सुखलालितस्त्वमसि सरलः प्रकृत्या, दवीयो देशान्तरम्, विषमा मार्गाः, कुटिलहृदया लोकाः, वश्चनप्रवणा:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org