________________
એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ].
૧૭૩ हारः । तथापि बलादेव क्रामितः कियानपि वेल्लहलेन । ततः समुश्रुतं हृदयं सञ्जातः कलमलकः सम्पन्नं वमनं विमिश्रितं च तेन વન સમપિ પુરતો વિચં મોકા આ આખો પ્રસંગ ધૃણું સાથે ભારે વિનેદ ઉત્પન્ન કરનાર છે. (પ્ર. ૪. પ્ર. ૧૧. પૃ. ૮૨૨.)
(1) ગભરાટ, દંભ, ગોટાળા, અસત્ય, મિત્રદ્રોહ અને પ્રપંચનું દૃષ્ટાંત વામદેવ પૂરું પાડે છે. રત્નને છુપાવી સ્થળ ભૂલી જાય છે અને ત્રીજે દિવસે વિમળ પાસે પાછો આવે છે ત્યારે ખોટા ન્હાના કાઢે છે. તે વખતે વનદેવી ધૂણું એને ઉઘાડો પાડે છે. દેવી એને મારી નાતી હતી તેને બદલે વિશાળભાવી વિમળ એને માફ કરે છે. આમાં એની વિશાળતા, સહદયતા અને ભવ્યતા વિનાદપૂર્વક દેખાય છે. દેવી ઘણીને સાચી વાત બલી ગઈ ત્યારે વામદેવનું મુખ કેવું થયું હશે તે વિચારી લેવું. આમાં લેખકનો ખરો વિનોદ છે. આ પ્રસંગ બહુપ્રકાર નામના વિકારને દર્શાવનાર અને માનસના અભ્યાસને સમજાવનાર છે. (પ્ર. ૫. પ્ર. ૮. પૃ. ૧૨૦૮.)
(i) બઠર ગુરુ ને ચાર પાત્રે, ભિક્ષા અને હેરાનગતિ. (પ્ર. ૫. પ્ર. ૧૫. પૃ. ૧૨૬૩-૬૪. ) | (k) તુંગ શિખર પર સાંભળવાના રસમાં કિન્નરયુગળની ગુફા
મ્હાર ઊભેલો બાલિશ પડી જાય છે ત્યારે પકડાઈ જાય છે. એ પડવાને ધડાક-ધબકારો કાનમાં અથડાયા વગર રહે તેમ નથી. (પ્ર. ૭. પ્ર. ૧૨. પૃ. ૧૭૮૩. )
આવા પ્રસંગને પાર નથી. આખા ગ્રંથમાં સેંકડે પ્રસંગે છે. એ ઉપરથી લેખકની વિવિધતા, જનસ્વભાવનો અભ્યાસ, વિશિષ્ટ દર્શન, ફળદ્રષ્ટિમાં લાંબી નજર અને અનેક પ્રસંગે કથાને ઝળકાવવાની અને સમેટવાની અદ્ભુત ખૂબી-એ સર્વ વાત દષ્ટિગોચર થાય છે.
(૧૦) વ્યાપાર ... ... . . ( Trade)
શ્રી સિદ્ધર્ષિ ગણિ જાતે ત્યાગી અને મુત્સદ્દીના પુત્ર હોવા છતાં વ્યાપારની પદ્ધતિ બરાબર સમજતા હતા અને સમજતા હતા તે દેખાડી પણ શકતા હતા. આખા ગ્રંથમાં છૂટાછવાયાં વાકાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org