________________
૧૬૮
[ શ્રી સિહર્ષિ : લેખક : જાગે એટલે તે તુરત જવાબ આપે. આ આ પ્રસંગે વિદમય છે, માનસિક રસિકતાને છે. પછી બીજો પ્રશ્ન થાય છે, પછી પ્રશ્નપ્રહેલિકા થાય છે, પછી ખૂબ ચર્ચા જામે છે અને માનસિક ઝીણવટના નમૂના પૂરા પાડે છે. અત્ર તેનું પુનરાવર્તન ન થાય. ગ્રંથના મૂળ લેકે પણ અવતરણમાં સાથે આવ્યા છે ત્યાંથી વિચારી લેવા. એમાં છાગ વાળ લોક (પૃ. ૧૪૯૭ ) ખૂબ આનંદ આપે તેવી છે. આનું નામ ખરે વિનેદ કહેવાય. એ વાંચતાં બાળપણમાં અંત્યાક્ષરિકા વિગેરે અમે કરતા તે યાદ આવે છે, તેની સાથે ગાળેલા નિર્દોષ દિવસે યાદ આવે છે અને આ માનસિક વિનાદની સરસતા સમજાય છે. એક શબ્દાલંકારવાળો પ્રસંગ મૂળમાંથી વાંચવા યોગ્ય છે તે પર જરા ધ્યાન ખેંચીએ –
मन्मथेनोक्तं । कुमार ! मया स्पष्टान्धकद्वयं चिन्तितं । कुमारेणोक्तं । झटिति पठत्वार्यः । पठितं मन्मथेन ।
दास्यसि प्रकटं तेन गृणामि न करात्तव ।
भिक्षामित्युदिता काचिद्भिक्षुणा लजिता किल ॥ तथा । करोति कठिनो राजन्नरीभकटघट्टनम् ।
विधत्ते करपालस्ते निर्मूलां शत्रुसंहतिम् ॥ ततो विहस्योक्तं हरिकुमारेण । प्रथमं तावदेवं भज्यते । दासी असि गणिका भवसि नेन कारणेन तव हस्ताद्भिक्षां न गृहामि । शेषं स्फुटमेव द्वितीयस्य पुनरेष भङ्गः । करो हस्तोऽतिकठिनो गाढनिष्ठुरस्तव हे राजन् ! अरीभकटघट्टनं शत्रुकरीकुम्भास्फालनं विधत्ते कुरुते तथा करवालस्ते निर्मूलां शत्रुसंहतिं विधत्त इति सम्बन्धः ।
આમાં ભાષાની સરળતા અને બેલનારની વિદ્વત્તા ઓતપ્રેત ઝળકયા કરે છે. આ આખું પ્રકરણ વિનોદથી ભરપૂર છે.
(b) રિપદારણ અભિમાનમાં રહી કાંઈ ભણ્ય નહોતે પણ રાજાનો પુત્ર એટલે કળાકુશળતામાં ખોટી ખ્યાતિ પામ્યો. શેખરપુરથી નરસુંદરી તેની વિખ્યાતિથી વ્યાયેહ પામી તેને વરંવા સિદ્ધાર્થ પુરે આવી. આ વખતે રાજસભામાં કુમારની પરીક્ષા થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org