________________
એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ]
૧૬૭
લજ્જામર્યાદાના ખ્યાલેા અત્યારની નવીન પ્રજાને ન સમજાય તેવા છે. તે પ્રસંગે તેનાં હૃદયના મર્મ કાંઈક સમજનાર અને કાંઈક ન સમજનાર છ મિત્રા તેની પાસે આવે છે. નામથી જ તે ઓળખાઈ જાય તેવા છે: મન્મથ, લલિત, પદ્મકેસર, વિલાસ, વિભ્રમ અને કપાળ. એ નામ સાંભળ્યા પછી તેઓ કેવા આની હશે તે સમજી લેવું. પ્રસંગ ફાગણના વસંત જેવા છે છતાં લેખકે એમાં જરા પણુ બિભત્સતા ન આવવા દેતાં એને નમ્ ભાષી ( witty ) બનાવી રસ જમાન્યેા છે. પ્રથમ ચિત્રપ્રસંગમાંથી જમાવટ શરૂ કરે છે ( પૃ. ૧૪૯૨. ) ત્યાં ચિત્ર શબ્દના બે અર્થ પર પ્રથમ ગમત શરૂ થાય છે. જુઓ ( પૃ. ૧૪૯૩–૪. )
पद्मकेसरः दः प्राह - यदनया कन्यकया दुर्गममन्यनारीणां दुर्लहृध्यमम्बरचरीणामहार्य किन्नरीणां असाध्यममरसुन्दरीणां अवियो गन्धर्वादिपुरन्ध्रीणां मदनातुराणामपि सत्वैकसारमपहस्तितरजस्तमोविकारं कुमारमानसं चित्रविन्यस्त रूपयापि दृढमवगाहित इदमनया कन्यकया चित्रं विहितं । तच्च मयैव न केवलभवलोकितं किं तर्हि स्फुटतरं भवद्भिरपि । विभ्रमः प्राह - नन्वाश्चर्यमिदं कथं चित्रं । पद्मकेसरेणोक्तं-ननु मूर्खचूडामणे ! आश्चर्यमेव चित्रशब्देનોજ્યતે । ખેલ; પ્રાદ। વિગેરે
આ આખા સવાદ વિનેાદથી ભરપૂર છે. ટોળટપ્પા કરનાર મિત્રા મળીને મજાક ઊડાવે તેવા છે, છતાં એમાં, અમર્યાદિત ભાગ જરાપણ નથી. કુમારને પેાતાના મનની વાત વખત પહેલાં બહાર પડે તે ગમતુ નહાતુ એટલે એણે વાત ઊડાવી અને ચાપ્રશ્નોત્તર કરવા સૂચના કરી.
કુમારની સૂચના પ્રમાણે પદ્મકેસરે સવાલ કર્યો—
पश्यन् विस्फारिताक्षोऽपि वाचमाकर्णयन्नपि । कस्य को याति नो तृप्तिं किं च संसारकारणम् ॥
કુમારનું મન તે કન્યામાં લાગેલુ, એટલે સાંભળે કાણુ ? ફરી વાર ખેલ્યા, પણ જવાબમાં માત્ર હોંકારા. મિત્રા હસી પડ્યા અને એક ખીજા સામી ઇસારત કરી, અર્થસૂચક ઇસારા આંખથી કર્યો. એ જોઈ કુમાર ચાંકયા, જાગ્યા અને ખાંખારા ખાધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org