________________
૧૬૬
[ શ્રી સિહર્ષિ : લેખક : જે સહેલાઈથી આ વાક્યપ્રયોગ થયે છે તે જોતાં લેખકશ્રી સિદ્ધષિને આ વિષયમાં ઘણો ઊંડો અભ્યાસ હોવો જોઈએ. સાધારણ રીતે આવા પ્રાસંગિક વિષય ઉપર લખતાં ઘણે સંકેચ થાય છે, પણ જ્યારે એ વિષયને બારિક અભ્યાસ હોય ત્યારે જ સ્પષ્ટતાથી અને સરળતાથી વાત મૂકાય છે. એ વિચારસ્પષ્ટતા અને વિવેચનસ્પષ્ટતા લેખકે આ મુદ્દામાં બતાવી પિતાનું બન્યવાદનું જ્ઞાન બતાવી આપ્યું છે. લેખકના જ્ઞાનની વિવિધતા બતાવવાનો જે પ્રસંગ અત્ર ઉપસ્થિત કર્યો છે તેમાં આ બાબત એક અગત્યનો મુદ્દો પૂરો પાડે છે. ચાલુ વાતોનું જ્ઞાન શિષ્ટ લેખકમાં હોય છે પણ વિશિષ્ટ લેખકો ચાલુ વાત ન હોય તેવી વિજ્ઞાનની વાતોને પણ સરળ ભાષામાં મૂકવાની શક્તિ ધરાવે છે અને એ આ સાદી પણ નાની બાબતથી બરાબર જણાઈ આવે છે. શ્રી સિદ્ધર્ષિના જ્ઞાનવિધ્યને અંગે આ બાબત ખાસ લક્ષમાં રાખવા યોગ્ય લાગે છે. ધાતુવાદને અન્યત્ર સુવર્ણાદિ ધાતુ બનાવવાની વિદ્યા અથવા શાસ્ત્ર કહેવામાં આવે છે તેથી તે પર પણ અનેક ગ્રંથ વિજ્ઞાનની નજરે લખાયેલા હોવા સંભવિત છે.
૯. વિદ. .. ... ... (Wit and Humour).
શ્રી સિદ્ધર્ષિ લેખક તરીકે ઘણું ગંભીર વિષયને રમતા રમતા બહલાવી શકે છે. તે ઉપરાંત તેઓ વિનાદી પણ ઘણું છે. તત્ત્વજ્ઞાનના અતિ ઊંડા વિષયમાં રમણ કરનાર સાથે સામાન્ય વિદ પણ કરાવી શકે એવા યોગ થવા લગભગ અસંભવિત છે. અનુપમ ગાંભીર્ય સાથે પિષક વિનોદ કરનાર લેખકની વિરલતા છે એ બહુ જાણીતી વાત છે. આ તેમની અનુપમ ગંભીરતા સાથે સાદા વિનદના બે ચાર પ્રસંગે આપી તે પર ધ્યાન ખેંચવાનું કારણ તેમનું વૈવિધ્યદર્શન છે. તમને વિનોદ ઘણે ઊંચા પ્રકારને વિદગ્ધતામય અને રસમય છે તે પણ સાથે જણાવવું યોગ્ય ગણાશે. આપણે ત જરા જોઈ લઈએ –
() હરિકુમાર વિનાદ (પ્ર. ૬. પ્ર. ૩.)
હરિકુમારને મદનમંજરી તરફ આકર્ષણ થયું છે, મદનમંજરીને હરિકુમાર તરફ થયું છે. દેશ આર્યાવર્ત છે. સંવનનને સમય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org