________________
૧૬૪
[ શ્રી સિદ્ધર્ષિ:: લેખક : સિદ્ધ જીને અને એ સુસ્થિત મહારાજને સર્વ કાર્યોનાં કારણ તરીકે બતાવ્યાં છે.
આ સ્વપનવિદ્યાનો અદ્ભુત પ્રસંગ ખરેખર મન પ્રસન્ન કરનાર છે અને એક અપૂર્વ લેખક સાધારણ બનાવને કેટલો ઉગ્રાહી બનાવી શકે છે તેને નાદર નમૂનો પૂરો પાડે છે. પછી એ પ્રસંગને લાભ લઈ સાતમા પ્રકરણમાં સંપૂર્ણ સુખ ઉપર વિવેચન કરી પોતાના દશ પાત્રે-ક્ષાંતિ, દયા, મૃદુતા, સત્યતા, ઋજુતા, અચોર્યતા, બ્રહારતિ, મુક્તતા, વિદ્યા અને નિરીહતાને યોગ્ય સ્થાન આપી દે છે. આ મુદ્દા પર આખું પ્રકરણ લખી નાખે છે અને એ દશે કન્યાઓને પ્રાપ્ત કરવાના અનુશીલનોય ગુણેનું વર્ણન પણ કરી આપે છે. આ આખો પ્રસંગ અદ્ભુત છે અને લેખકની અદભુત કળાને નમૂને છે. એક સાધારણ પ્રસંગને ઘટાવવાની આવી શક્તિ કવચિત જ જોવામાં આવે છે. સ્વપ્નવિચાર તો માત્ર પ્રાસંગિક છે. બાકી લેખકનું ઊંડાણ અનેરું જ છે અને એ આ ગ્રંથની ચાવી છે. એ સમજે તેને આ વાત જચે તેમ છે. લેખકના બુદ્ધિભવ અને ભાષાસૌષ્ઠવને આ વિભાગ ખાસ વિચારવા યોગ્ય પ્રસંગ પૂરો પાડે છે.
૮. ધાતુવાદ-ભુસ્તરવિદ્યા . . (Mineralogy).
જમીનમાં શું છે તે જાણવાની વિદ્યા અસલ કાળમાં સારી રીતે જણાયલી હતી. ગામડાંઓમાં અત્યારે પણ જમીન પર કાન દઈ કૂવો ખોદતાં અંદરથી પાણી નીકળશે કે નહિ તે કહેનારા સાંભળ્યા છે. અમુક પ્રકારના વૃક્ષો ઊગે તો તેની નીચેથી ન નીકળે. અમુક આકારે વૃક્ષ ઊગેલ હોય તે તેની નીચેથી સેનામહારના ચરુ નીકળે વિગેરે બાબતો વહેમ તરીકે નહિ પણ વિજ્ઞાન તરીકે અસલ જણાયેલી હતી. વચ્ચેના વખતમાં એવી ઘણી વાતો ભૂલાઈ ગઈ અને લુપ્તપ્રાય થઈ ગઈ એ ખેદની વાર્તા છે. ધાતુવાદબન્યવાદની જે થોડી વાર્તા આ ગ્રંથમાં કરી છે તે પરથી લેખકને એ વિષયનો ઊંડે અભ્યાસ જણાય છે.
૧. પ્ર. ૮. p. . પૃ. ૧૯ર૦-૧૯૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org