________________
એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ]
૧૬૩ પછી ગુણધારણ-મદનમંજરીના લગ્ન થઈ ગયા, લડવા આવેલા વિદ્યારે સ્તંભી ગયા અને નગરપ્રવેશ આનંદથી થયો. તે રાત્રે કુલંધરના સ્વપ્નમાં પાંચ મનુષ્યો આવ્યા અને તેમણે ગુણધારણને જે સારું થાય છે તે સર્વનાં કારણ તરીકે પોતાને બતાવ્યાં. કુલધર મિત્રે એ વાર્તા ગુણધારણને કહી. એ ચાર મનુષ્ય કનકેદર રાજાના સ્વપ્નમાં આવનાર છે અને એ પાંચ મનુષ્યો કુલંધરના સ્વપ્નમાં આવનાર કેણ ? એ બાબત સમજવાની તીવ્ર જિજ્ઞાસા ગુણધારણને થઈ સભાજનેએ ઉપરટીઆ થોડી વાત કરી (પૃ. ૧૮૮૫) પણ એથી ગુણધારણને પૂરે સંતોષ થયે નહિ.
કંદમુનિને પૂછતાં તેમણે કેવળી શ્રી નિર્મળાચાર્યને હવાલો આપ્યો (પૃ. ૧૮૯૪.). છેવટે પ્ર. ૫. પ્ર. ૫ માં કેવળી મહારાજ
જ્યાં પધારે છે ત્યાં આ મુદ્દા પર ખૂબ વિચાર ચાલે છે અને અમુક કાર્ય થવામાં કાળ, સ્વભાવ, કર્મ, ઉદ્યમ અને ભવિતવ્યતાને શું સ્થાન છે એ આખો પાંચ કારણને મહાપ્રશ્ન ત્યાં ઊકેલવામાં આવે છે. આ આખો વિભાગ નિમિત્તજ્ઞાન હોવા છતાં એની આખી ઘટના તત્ત્વચર્ચામાં ઉતારી દીધી છે અને તે ખાસ વાંચવાસમજવા યંગ્ય છે. (જુઓ પૃ. ૧૦૧ થી ૧૯૧૬.)
અત્ર કહેવાનો મતલબ એ છે કે સ્વપ્નવિચાર જેવા સામાન્ય વિષયના પ્રસંગને લાભ લઈ આ કાર્યકારણભાવ લેખકે લખી નાખ્યો છે. એમાં એક વધારે અગત્યના પ્રશ્નને પણ નીકાલ કરી આપ્યો છે. એમાં સુસ્થિત મહારાજાએ ત્રણ આજ્ઞાઓ-ત્રિકાળાબાધિત નિયમ ઘડી આપ્યા છે તે ખાસ વિચારવા ગ્ય છે. એ નિયમો વિગતવાર મૃ. ૧૯૧૪ માં આપ્યા છે. એને સાર એ છે કે –
“ચિત્તવૃત્તિને અંધકાર વગરની અને ચેખી રાખવી, મહામહ રાજના લશ્કરને શત્રુ તરીકે ઓળખવું ને તેને હણવું અને ચારિત્રરાજના લશ્કરને હિત કરનાર ગણવું અને તેને પોષવું.”
આ આજ્ઞાપાલન-વિધિનિષેધની અસર અને એના ઉલ્લંઘનનાં ફળ વિગેરે અનેક બાબતે ચચી છેવટે એ આજ્ઞાના બતાવનાર
૧. પ્ર. ૮. પ્ર. ૪, પૃ. ૧૮૮૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org