________________
૧૬૨
[ શ્રી સિહર્ષિ : લેખક : ૭ સ્વપ્નશાસ્ત્ર- .. .. (Science of Dreams).
સ્વપ્નવિચાર અષ્ટાંગ નિમિત્તને એક ભાગ છે. અત્યારે પણ સ્વપન શી ચીજ છે તે સંબંધમાં અનેક ચર્ચા ચાલે છે. માનસશાસ્ત્રના અભ્યાસીઓ અને નિર્ણય કરવા અનેક ચર્ચા કરે છે અને અભિપ્રાયો ગોઠવે છે. સ્વપ્નવિચાર પર અનેક શાસ્ત્રો લખાયેલાં છે. તીર્થકર મહારાજની માતા ચાદ સ્વપ્ન દેખે છે તે પ્રસંગને લઈને જન શાસ્ત્રકારોએ સ્વપ્નના સંબંધમાં બહુ લખ્યું છે. કેવા પ્રકારનું સ્વપન આવે ત્યારે અમુક ફળ થાય ત પર હજારો પંક્તિઓ આળેખી છે. કયે સમયે આવે ત્યારે તેનું ફળ ક્યારે મળે ? એક સ્વપ્ન પછી બીજુ આવ તા કાનું ફળ મળે? વિગેરે પર અનેક ઉલેખો થયા છે. અને ખૂદ તીર્થકર ને ચક્રવત્તાની માતાને ચાદ મહાસ્વને આવે છે તેમજ બીજા મહાપુરુષોની માતાને એક, બે, ચાર કે સાત સ્વપ્ન આવે છે. એનો ઉલ્લેખ શાસ્ત્રમાં થયેલો હાઈ પ્રત્યેક થતા એ સંબંધમાં કાંઈકાંઈ હકીકત જરૂર જાણતા હોય છે.
તદ્દન સામાન્ય ઉલ્લેખ કરે એવા સામાન્ય પ્રતિના લેખક શ્રી સિદ્ધર્ષિ નહોતા. એમને સ્વપ્નવિચાર તે હદયંગમ હતો, પણ એમને સ્વપ્નવિચારને ઉપગ એક અતિ મોટા પ્રશ્નને નિર્ણય કરવામાં કરવો હતો એટલે આ વિષયમાં તેમણે તદ્દન જુદી જ દિશા(લાઈન) લીધી જણાય છે. સ્વપ્નવિચારમાં સ્વપ્નમાં હાથી આવે તે અમુક ફળ થાય અને ઘેડો આવે તો અમુક ફળ થાય એ વાર્તા તેમણે ન કરતાં કનકદર વિદ્યાધરને પિતાની પુત્રી મદનમંદરી માટે પતિશોધનની ચિંતા ઉત્પન્ન કરી. પ્રથમ એને માટે સ્વયંવર ર તે ભાંગી પડ્યો, પિતા કનકેદરને દુઃખ થયું અને આખી રાત પથારીમાં પછાડા માર્યો. લગભગ સવારે તેના સ્વપ્નમાં ચાર મનુષ્યબે પુરુષ અને બે સ્ત્રી આવ્યા અને કહી ગયા કે તેમણે મદનમંજરી માટે વર શોધી રાખે છે. આ હકીક્ત અહીં રહી ગઈ, પણ મદનમંદરી કોણ છે એની વિગતવાર વાર્તા સંસારીજીવ– ગુણધારણને જ્યારે દાસીએ કહી ત્યારે સાથેસાથે આ વાર્તા પણ કહી દીધી હતી. (પૃ. ૧૮૬૪).
૧. પ્ર. ૮. પ્ર. ૨. પૃ. ૧૮૬૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org