________________
એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન :]
૧૬૧ ध्वजो धूमस्तथा सिंहः, श्वा बलीवर्द इत्यपि।
खरो गजेन्द्रो ध्वांक्षश्च, अष्टायाः परिकीर्तिताः ॥ एतेषां चाष्टानामप्यायानामष्टविधं बलं भवति । तद्यथा
कालावसरवेलानां, मुहूर्तककुभोस्तथा ।
नक्षत्रग्रहयोश्चैव, निसर्गबलमष्टमम् ॥ એ પ્રત્યેક આય એક ઉપર બીજો આવે, તેના ફળ આઠે બાબતને અંગે કેવા થાય એ વાત ત્યારપછી બતાવી છે.
આય નિમિત્તશાસ્ત્રને પારિભાષિક શબ્દ છે.
મને આ આય વિભાગનું દાર્શનિક બિલકુલ જ્ઞાન નથી, છતાં જે થોડી વાત ગ્રંથકર્તાએ લખી છે તે વાંચતાં એમ જણાય છે કે તેમને આય સંબંધી શાસ્ત્રનું જ્ઞાન પણ ઘણું સારું રહેવું જોઈએ. એમના સામાન્ય અન્ય વિષયના જ્ઞાનને આધારે આ નિર્ણય પર હું આવ્યો છું. જે ડી હકીકત બતાવી છે તેથી એમ જણાય છે કે આ શાસ્ત્ર પણ ઘણું છુંચવણવાળું હોવું જોઈએ. આપણે લેખકને લેખક તરીકે અત્ર સમજવા પ્રવર્તમાન થયા છીએ ત્યાં તો એટલું જ જણાવવું પૂરતું થશે કે એમણે આયશાસ્ત્રના વિષયમાં પણ ઘણે કાબૂ બતાવ્યો છે. ટૂંકામાં મુદ્દાની વાત કરી છે અને જે સર્વગ્રાહી અભ્યાસી તરીકે એમની ગણના અગાઉ કરી છે તેને આ એક વધારે પ્રરાવે છે. મહાન દાર્શનિક અને અદ્દભુત શાસ્ત્રાભ્યાસી
જ્યારે આવા આવા સમાજને ઉપયોગી પરંતુ સરખામણીમાં અ૯૫ ઉપગવાળા વિષયમાં પણ સંપૂર્ણ સારગ્રાહીતા અને નિષ્ણાતપણું બનાવે ત્યારે એમના જ્ઞાનની વિવિધતા જરૂર હૃદય પર અસર કર્યા વગર રહે નહિ. એ નજરે આ વિભાગ પણ ખરેખર આશ્ચર્ય પમાડે તેવો છે. એમાં સમયને કેવી યુક્તિથી પળવિપળ સુધી લઈ આવવાની રચના ઘડી છે તે વિચારવા યોગ્ય છે. આયશાસ્ત્ર સમજનાર આ વિષયમાં વધારે પ્રકાશ પાડે તે ઈચ્છવા ગ્યા છે. વિષય નવરાશના વખતમાં આનંદ પમાડે તેવા અને લેખકના અનેકવિધ જ્ઞાન માટે માન ઉત્પન્ન કરે તેવો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org