________________
૧૬૦
[ શ્રી સિહર્ષિ :: લેખક : ૫. અંતરિક્ષ-આકાશમાં અમુક ગ્રહચાર થાય તેના બળાબળને વિચાર કરી ભવિષ્યકથન.
૨. ભેમ-ભૂમિકંપ, જમીનમાંથી અવાજ નીકળે વિગેરે જમીનની હકીક્તથી ભયકથન.
છે. વ્યંજન-તલ અને મસાના શરીર પર સ્થાન જોઈ લક્ષણ બાંધવું તે.
૮. લક્ષણ-શરીર પર સ્વસ્તિક, ધ્વજા વિગેરેનાં ચિહ્ન અથવા રેખાના વિચારથી ગુણવર્ણન.
આ ઉપરાંત બીજી રીતિએાએ પણ ભવિષ્યકથન કહેવાનું વિજ્ઞાન અસલ કાળમાં પ્રચલિત હતું. નિમિત્તશાસ્ત્રને આય એક પ્રકાર છે. “આય” સંબંધી વિદ્યા ભુંસાતી જાય છે એટલે કેઈ આય જાણનારને જાતે મળ્યા વગર એની પરિક્રિયા માલૂમ પડે તેમ નથી. એમાં આઠ આય હાય છે. ધ્વજ, ધૂમ, સિંહ, શ્વાન, બળદ, ખર, હાથી અને કાગ. એનું વર્ણન જોવા માટે એની વિગત જુઓ (પ્ર. ૧. પ્ર. ૫. પૃ. ૧૫૧૯-૨૧) એ આઠે પ્રકારની આયના આઠ પ્રકારના બળ હોય છે તેથી નીચેની હકીક્તો જાણી શકાય છે.
૧. અમુક હકીક્ત કેટલામે દિવસે બનશે (કાળ) ૨. તે હકીકત ક્યા વારે (અઠવાડિયાના) બનશે. (વાસર). ૩. તે બાબત કેટલા વાગે (કેટલામે ચેઘડીએ કે પહેરે
થશે. (વેળા) ૪. તે ચોઘડીયામાં પણ કેટલી પળ–વિપળ ગયે બનશે. (મુહૂર્ત.) ૫. એ વાત કઈ દિશાએ બનશે. (દિશા-વિદિશા). ૬. એ વખતે ચંદ્રનક્ષત્રનું બળ કેવું રહેશે (નક્ષત્ર). ૭. એ વખતે જેનું નિમિત્ત જેવાય છે તેનું ગ્રહબળ કેવું
રહેશે (ગ્રહબળ). ૮. થવાની હકીકતનું પોતાનું બળ કેવું રહેશે (નિસર્ગબળ) એના સંબંધમાં લેખકશ્રી કહે છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org