________________
૧૫૬
[ શ્રી સિહર્ષિ ઃ લેખક : ન રહે તે આ વિભાગ છે. કાચમાં મુખ જોતાં સમજુ પણ ચાળા કરતાં દેખાય છે. એ પાઘડીને ઠીક કરશે, મુખને મલકાવશે અને કાંઈક વાંકું તેવું જરૂર કરશે એવો આ વિભાગ છે. નરનારીનાં શરીરલક્ષણને સામુદ્રિક કહેવામાં આવે છે. એમાં પગનાં તળીઆથી માંડીને માથાના બાલ સુધીના સર્વ અંગ પ્રત્યંગની સ્થૂળતા, રંગ આદિ પરથી એ મનુષ્ય કેવું હશે એના પર વિવેચન કર્યું છે. એનાં પગનાં તળી, નખ, પગની જાડાઈ, જંઘાનું કદ, ગતિ, ઢીંચણ, પુરુષચિહ્ન, વૃષણ, કેડ, પેટ, કુક્ષી, ડુંટી, છાતી, પીઠ, હાથ, હથેળી, સ્કંધ, ગળું, હોઠ, દાંત, જીભ, તાળવું, સ્વર, નાક, આંખ, ભમ્મર, કાન, કપાળ અને બાલના રૂપરંગાદિ પરથી એ કેવા હશે એનું અવલકન પરિણામ બતાવ્યું છે. પછી કેટલી ચીજે ગંભીર સારી, કેટલી વિસ્તૃત સારી, કેટલી સૂક્ષ્મ સારી વિગેરે પર વર્ણન આપ્યું છે. આ સર્વ વિભાગ પ્રત્યેકને લાગુ પડતો હાઈ ઘણું રસપ્રદ છે. એના પર અનેક ગ્રંથો લખાયેલા છે.
રામદેવ અને વિમળકુમાર (પ્ર. ૫. પ્ર. ૨.) કીડાનંદન વનમાં ગયા છે. ફરતાં ફરતાં તેઓએ લતામંડપમાં મધુર અવાજ સાંભળ્યો (પૃ. ૧૧૯). કુતૂહલથી મિત્રો એ અવાજ તરફ ગયા ત્યાં એક સુંદર સ્ત્રી-પુરુષનું જોડલું જોયું. એમને પ્રણયસમય હતું અને એ વાર્તામાં મસ્ત હતા. એમને નખથી શીખસુધી જોઈ અને મિત્રો પાછા ફર્યા. એ પ્રસંગ લઈને નરનારીનાં શરીરલક્ષણનું વર્ણન વિમળે કર્યું છે.
એ શાસ્ત્રનું વર્ણન કરવાને ઉપઘાત કરતાં વિમળકુમાર જણાવે છે.
लक्षग्रन्थसमाख्यातं विस्तरेण वरानन !। पुंलक्षणं झटित्येव कस्तद्वर्णयितुं क्षमः॥ तथैवलक्षणं नार्या विज्ञेयं बहुविस्तरम् ।
तद्वर्णनं हि को नाम पारयेत्कोऽवधारयेत् ॥ વચ્ચે સુલક્ષણ કુલક્ષણને અંગે તે જ કુમાર કહે છે –
लक्ष्यते दृष्टमात्रस्य नरस्येह शुभाशुभम् । येन तल्लक्षणं प्रोक्तं तवेधा सुन्दरेतरम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org