________________
૧૫૫
એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ]
ततोऽत्र व्यभिचारः स्यात् केवलं नरदोषतः।
विभागं हि न जानीते शास्त्रस्याल्पश्रुतो नरः ।। આવી રીતે જ્યાં મેળ ન ખાય ત્યાં પિતે અલ્પશ્રુત છે, એના વિભાગ–પેટાવિભાગ પિતે સમજતો નથી એમ જાણવું. એ સર્વ વાત સર્વજ્ઞોએ પોતાના શિષ્યોને કહેલી છે. એમાં “જે તે” ઘણું આવે છે એટલે જ્યાં મેળ ન ખાય ત્યાં “જે” ઉપર જવાનું જણાય છે. પછીના જ લેકમાં કહે છે કે –
क्रूरग्रहैर्न दृष्टाश्चेद्बलवन्तश्च राशयः । __ ततोऽमीषां गुणाः सत्या नान्यथेत्यवधारय ॥ રાશિઓ બળવાન હોય અને જે તેના ઉપર ક્રૂર ગ્રહની નજર ન પડી હોય તો ઉપર લખેલા ગુણે બરાબર સાચા પડે છે એમાં જરા પણ શક નથી. આ પ્રમાણે વાત કરી છે એટલે રાશિ જ્યાં પોતાના ગુણ ન બતાવે ત્યાં ક્રૂર ગ્રહોની નજર આડી આવતી હશે એમ સમજવું.
અંગત અનુભવથી આ ઘણે ચર્ચા યોગ્ય વિષય છે. એમાં લાગે ત્યાં તીર નહિ તે થોથું” જેવું થતું હશે કે કેમ ? એવી પણ કેટલાકે શંકા કરે છે. એ અતિ રસપ્રદ વિષયને આ ઉપઘાતમાં સ્થાન નથી. અત્ર વકતવ્ય એ છે કે ગ્રંથકર્તા પોતે આ જ્યોતિષના વિષયના પૂરતા અભ્યાસી છે, એની પરિભાષા સમજી શકે છે અને વાપરી શકે છે. આ ટૂંકા લેખમાં આખા જ્યોતિષ વિષયનું પલ્લવગ્રાહી જ્ઞાન (superficial view ) આવી જાય તેવું મુદાસરનું લખાણ કરી શકે છે. એક લેખકને સર્વગ્રાહી બતાવવા માટે આ ઘણી ગૌરવ લેવા જેવી હકીક્ત ગણાય. જૈન શાસ્ત્રકાર જ્યોતિષના ફલાદેશ વિભાગનો ઉપગ સાધુને કરવા ઉત્તેજન આપતા નથી. માત્ર મહાન ધર્મક્રિયાને અંગે ઉપયોગ કરે છે એટલે એમણે મુદ્દાસર ટૂંકામાં પતાવ્યું જણાય છે; પણ જે થોડી વાત તેમણે જણાવી છે તે પરથી તેમને તિષના વિષયમાં સારે પ્રવેશ જણાઈ આવે છે.
૫. સામુદ્રિક-નરનારી શરીર લક્ષણ (Body mark Reading)
ગમે તેવો વિચારવાન વિદ્વાન મનુષ્ય જે વિભાગ વાચતાં કે સાંભળતાં પોતાનાં નખ કે હાથનાં તળી વિગેરે તપાસ્યા વગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org