________________
૧૫૧
એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] હોય, અભ્યાસ હોય તે જ એ શબ્દમાં બની શકે તેમ છે. આ હકીક્ત કેઈ પણ નિષ્ણાત વૈદ્યરાજ હોય તે બરાબર કહી શકે. એવા અભ્યાસી વૃદ્ધ વૈદ્યના કહેવાથી મેં આ વિષયમાં તેમનું નિષ્ણતપણું અનુભવસિદ્ધ ગયું છે. એવી પરિભાષા જ પૂરા અભ્યાસ અને સમન્વયશક્તિ વગર રજૂ કરવી અશક્ય છે.
(b) વૈદકના વિષયનું વિશિષ્ટ જ્ઞાન તેઓ એક બીજા પ્રસંગે પણ બતાવે છે. પ્રથમ પ્રસ્તાવમાં નિપુણ્યનું વર્ણન કરતાં જણાવે છે કે –
सोन्मादः सज्वरः कुष्टी सपामः शूलपीडितः । निलयः सर्वरोगाणां वेदनावेगविह्वलः ॥ २६ ॥
(પ્ર. ૧. પૃ. ૧૬.) પછી એની ખરી મજા તો એના વર્ણનમાં-વિવેચનમાં આવે છે. (જુઓ પ્ર. ૧. પૃ. ૬૦.)
यत्तून्मादादयस्तस्य द्रमकस्य रोगा निर्दिष्टास्तस्य जीवस्य महामोहादयो विज्ञयाः । तत्र मोहो मिथ्यात्वं तदुन्माद इव वर्तते समस्ताकार्यप्रवृत्तिहेतुतया, ज्वर इव रागः 'सर्वाङ्गीणमहातापनिमित्ततया, शूलमिव द्वेषो गाढहृदयवेदनाकारणतया, पामेव कामस्तीवविषयाभिलाषकण्डूकारितया, गलत्कुष्टमिव भयशोकारतिसम्पाद्यं दैन्यं जनजुगुप्साहेतुतया चित्तोद्वेगविधायितया च, नेत्ररोग इव अज्ञानं विवेकदृष्टिविघातनिमित्ततया, जलोदरमिव प्रमादः सदनुष्ठानोत्साहघातकतयेति ।
આમાં ખૂબી એ છે કે પ્રત્યેક વ્યાધિનાં ચિહ્નો એના નિર્દિષ્ટ સાદસ્યને પહોંચી વળે છે. વૈધકના ઊંડા જ્ઞાન વગર આવી સરળતા અને સામ્યતા આવવી અશકય છે અને વૈદકીય ભાષા પર કાબૂ એમની વિવિધતા બતાવવા માટે વજનદાર પુરાવો પૂરો પાડે છે. ત્યારપછીના દશ પાના વૈદકનાં જ્ઞાનથી ભરપૂર છે. પ્રત્યેક વ્યાધિની વ્યાખ્યાને જીવના વર્તન સાથે સરખાવતાં ભારે ચમત્કાર કર્યો છે. વળી વેધક વિષયના છૂટાં છૂટાં રૂપકે તે આખા ગ્રંથમાં એટલાં આવે છે કે તેને સંગ્રહ કરતાં પાર ન આવે. મતલબ એ છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org