________________
એમનું અનેકવિષયગ્રાહી સાન ઃ |
૧૪૩ માટે જુઓ ૫, ૪. પ્ર. ૩૧. પૃ. ૧૦૨૭. એ વિભાગ એટલે અર્થસૂચક છે કે એના વિવેચન માટે આખું પરિશિષ્ટ નં. ૩ દાખલ કર્યું છે.
(જુઓ દ્વિતીય વિભાગ પૃ. ૧૩૬૨ થી આગળ.) ત્યાં છ દર્શનનું જ સ્વરૂપ મૂળમાં આપ્યું છે તે તર્કની દષ્ટિએ વિચારવું. એનાં પ્રત્યેક લક્ષણ બહુ મુદ્દાસર આખ્યાં છે, જે બતાવે છે કે લેખક મહાશયને ન્યાયને અભ્યાસ ઘણે વિસ્તૃત હતો. મુદ્દાની વાત એમનો ન્યાયની પરિભાષા પરને
કાબૂ કે સુંદર હતો તે તરફ ધ્યાન ખેંચવાની છે. (b) આઠમા પ્રસ્તાવમાં કાર્યસાધક કારણ સમાજનું આખું પ્રક
રણ બહુ સારી રીતે તર્કની પરિભાષામાં મૂકયું છે. એમાં કનકેદરને સ્વપ્નમાં ચાર વ્યક્તિઓ આવે છે અને કુલંધરને પાંચ આવે છે તે પ્રસંગે ઉપસ્થિત કરીને નિર્મળાચાર્ય કેવળીદ્વારા પાપોદય, પુણ્યદય, કર્મ પરિણામ, કાળપરિણતિ, સ્વભાવ, નિયતિ અને ભવિતવ્યતાનું વર્ણન અજબ રીતે કર્યું છે. એમાં ખૂબી એ છે કે આખું પ્રકરણ ન્યાયનો વિષય છે છતાં સર્વ હકીકત ન્યાયની પદ્ધતિએ સમજાવવા છતાં ન્યાયની પરિભાષિક પરિભાષાનો ઉપયોગ એક પણ જગ્યાએ કર્યો નથી.
એ વિષયની પરાકાષ્ઠા બહુ સુંદર રીતે ગ્રંથકારે આપ્યું છે. એ ગ્રંથકારને વિશાળ ભાવ અને શક્તિ બતાવે છે. એમનું ચિંતવન કેટલું સ્પષ્ટ છે તે બતાવવા એ વિભાગ બહુ સુંદર નમૂનો પૂરો પાડે છે. કારણામાં કર્મ, સ્વભાવ, કાળ વિગેરે આવ્યા એટલે ગુણધારણને સવાલ થયો કે આમાં પિતે તે કાંઈ ગણાતો જ નથી એટલે એણે પોતે ક્યાં છે? પિતાનું સ્થાન શું છે? એ પર સવાલ કર્યો.
मयोक्तं " भगवन्नत्र विधातव्ये शुभाशुभे ।
किमकिञ्चित्करो वर्ते सर्वथाहं बतात्मना ॥" આ તદ્દન સ્વાભાવિક પ્રશ્ન છે. ગુરુમહારાજ કેવળી એને ન્યાયની ૧. જુઓ પ્ર. ૮. પ્ર. ૬. પૃષ્ઠ. ૧૯૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org