________________
મૂળ ગ્રંથની ભાષા અને શૈલી = ]
૧૪૧ ધુવક બેલે છે. એમાં રાસ ખરો જામે છે. એનો અંદરનો ભાવાર્થ પણ સુંદર છે અને ટીખળી લોકો એવા સંગમાં કેવી રમત કરે અને બીજાને ભેગે કેવો રસ મેળવે એને પણ ત્યાં ખ્યાલ આવે છે.
એના કરસના સદર પદ ઉપરાંત ચારે કવિ બિભત્સરસના નમૂના છે. એ ચેથા કવનમાં તો ભારે રસ ઊભો કરે છે. યોગેશ્વર પોતે રાસના કુંડાળામાં આવી બેસે છે –
न नतोऽसि पितृदेवगणं न च मातरं, कि हतोऽसि रिपुदारण ! पश्यसि कातरम् । नृत्य नृत्य विहिताहति देव! पुरोऽधुना,
निपत निपत चरणेषु च सर्वमहीभुजाम् ॥ કહે છે કે બાજી! કઈ દિવસ બાપને નમ્યા નથી ! કે દિવસ માતાને નમ્યા નથી ! તો હવે રાંકડા કેમ બની ગયા ? જા બચ્ચા ! હવે ખૂબ નાચ અને સર્વ મહારાજાઓને પગે પડ!
આમ બોલી રહે છે એટલે પાછા સર્વ સેનાનીઓ જે દિ ગર્વવિવેકમ વાર બોલીને આખું ધ્રુવપદ બોલતા જાય છે, એની ફરતાં ફેરા મારતા જાય છે અને સેટીએ ટકાવતા જાય છે અને પગની પાટુઓ અને લાતો લગાવતા જાય છે. આ સુંદર રીતે મહાગવષ્ટ રાજાની દશાનું જે ચિત્ર ખડું થાય છે તે કોઈ પણ સહુદય માનવી ઉપર અસર કર્યા વગર રહે તેવું નથી.
આવી રીતે પદ્યરચનામાં અર્થ અને અલંકારના અનેક ચમત્કારે, કવિશ્રીએ ઠામ ઠામ કર્યા છે. દરેક પ્રસ્તાવને છેડે એમણે બહુ સુભાષિત રીતે પદ્યરચનાદ્વારા આખા પ્રસ્તાવને મુદ્દો અને ભાવ કહી દીધો છે અને તેની ભાષા પણ પ્રઢ છે. આવા ઘણાખરા દાખલાઓ ભાષાવતરણમાં લખી લીધા છે તેથી અત્ર તેનું પુનરાવર્તન કર્યું નથી. તે સ્થાનેથી જોઈ લેવા. અહીં કહેવાનું એ છે કે એ સર્વ મૂળના ટાંચણે જ્યાં જ્યાં કર્યા છે
ત્યાં ત્યાં હેતુસર કર્યા છે અને તેને આ દષ્ટિએ વાંચવાથી ટાંચણ કરવાને આશય જરૂર પાર પડશે એ બાબત પર ધ્યાન ખેંચવાની આવશ્યક્તા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org