________________
૧૪૦
( શ્રીસિહર્ષિ : ઉપમિતિ ગ્રંથ આમાં રમણીય પત્નીના મુખકમળનું વર્ણન કરતાં સિદ્ધ કવિ કેવા શૃંગારરસમાં ઉતરી ગયા છે એ પણ જોઈ લેવા જેવું છે. કેટલાક એમ માને છે કે શુંગારરસ પર જૈન કવિ લખી શક્તા નથી તેમણે આ પ્રસંગે વિચારવા યોગ્ય છે અને લેખક જે પ્રસંગ લે તે તેણે ચીતરવો જ જોઈએ એ હકીકત સ્થિતિચુસ્ત જનોએ પણ વિચારવા ચોગ્ય છે. અત્રે પ્રસ્તુત હકીકત એ છે કે કવિ તરીકે આ વર્ણન એમને મહાકવિનું સ્થાન સ્વત: પ્રાપ્ત કરાવે છે.
આ કૂતવિલંબિતના આવા અનેક દાખલાઓ આપી શકાય. અત્ર તો માત્ર નિર્દેશ કર્યો છે.
ઉપરાંત ગ્રંથકર્તાએ શાર્દૂલવિક્રીડિત, વંશસ્થવિલ વિગેરે છ દે વાપર્યા છે. એ દરેક પ્રયોગમાં વસ્તુરચના વિગેરે ખાસ જોવા લાયક છે. કે કોઈ પ્રસંગે એમણે ચાલ દેશી રાગ વાપર્યો છે તે પણ સુંદર છે. એમાં હાસ્યરસ પરાકાષ્ઠા પામે છે. બઠર ગુરુ કથાનકમાં (પ્ર. ૫. પ્ર. ૧૫. પૃ. ૧૨૬૩) એવા પ્રસંગે છે – वठरो गुरुरेष गतो वशतां, वसतिं वयमस्य सरत्नशताम् । निजधूर्ततया प्रकटं जगतां, खादेम पिबेम च हस्तगताम् ॥
આમાં ભારે મજા છે! એને લય સાથે સમજાય તો બોલતાં પણ લટકા થાય તેવી તેમાં મસ્તી છે.
રિપુદારણના ગર્વને પ્રતાપે તપન ચકવતી તેની જે દશા કરે છે તે ભારે આકર્ષક છે. એને શરીરે ગરમાગરમ ચૂર્ણ લગાવી તપનના સેનાનીઓ એના ગર્વના બદલામાં એંટીઓ ફટકાવતા જાય છે અને ગાતા જાય છે. એને રાસ આ સાંભળવા લાયક છેગાવા લાયક છે. પરમાધામીઓ કેવી મજા કરતા હશે એનો બિભત્સ ખ્યાલ આપનાર છે. (પૃ. ૪. પ્ર. ૪૦. પૃ. ૧૧૨૫.).
यो हि गर्वमविवेकभरेण करिष्यते। बाधकं च जगतामनृतं च वदिष्यते ॥ नूनमत्र भव एव स तीव्रविडम्बना ।
प्राप्नुवीत निजपापभरेण भृशं जनः॥ પછી એક પદ્ય બેલી પાછા કેરસની પેઠે સર્વ ઉપરનું ધ્રુપદ–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org