________________
૧૩૮
[ શ્રી સિહર્ષિ : ઉપમિતિ ગ્રંથ ? ત્રાટક છંદના શબ્દાલંકાર અને અર્થાલંકારના ઘણા બીજા દાખલાઓ આખા ગ્રંથમાં છૂટાછવાયા છે. એક વધારે દાખલો આપીએ.
આઠમા પ્રસ્તાવમાં સંસારીજીવને ગુણધારણ તરીકે જન્મ થાય છે ત્યારે રાજ્યમંદિરમાં કે આનંદ થાય છે તે વર્ણવતાં કવીશ્વર સિદ્ધ લેખક કવે છે – विहितं च नरेश्वरतोषकरं वरराससलासविलासधरम् । बहुवादनखादनगानपरं मदिरामदघूर्णितचारुनरम् ।। विलयाजननर्तितवामनकं कृतकुब्जककञ्चुकिहासनकम् । विहितार्थिमनोरथपूरणकं कृतलोकचमत्कृतिवर्धनकम् ॥'
આ બને દાખલાઓ જેશે તો માલમ પડશે કે એમાં પ્રત્યેક શબ્દ યોગ્ય રીતે મુકાય છે અને એમાં શબ્દચમત્કૃતિ અતિ સુંદર છે. ખૂબી એનું નામ કહેવાય છે કે એની જગ્યાએ બીજે શબ્દ મૂકો જડે નહિ અને જડે તો ભળે નહિ. જાણે ખાલી જગા પર ચેટી જાય તેવી શબ્દરચના હોય એ કળાકારની કારિગરી છે અને એ પ્રત્યેક શબ્દમાં જોવામાં આવશે.
શ્રી સિદ્ધર્ષિને ટોટક ઉપરાંત દ્રતવિલંબિત અને અગ્વિણી બહુ પસંદ હોય એમ મને લાગ્યું છે. એ લખતાં તેઓશ્રી જરૂર ડેલ્યા હશે એમ લાગે, કારણ કે સહદય વાંચનાર એ સમજતાં કે વાંચતાં ડેાલ્યા વગર રહે તેમ નથી. એના કોઈ જરૂરી દાખલાઓ આપીએ. સગ્વિણનો એક દાખલો તામસચિત્ત નગરના વર્ણનમાં ચોથા પ્રસ્તાવમાં છે. જુઓ પ્ર. ૪. પ્ર. ૮. પૃ. ૭૯૫. नाशिताशेषसन्मार्गमामूलतस्तेन दुर्ग न लक्ष्यं परेषां सदा। सर्वदोद्योतमुक्तं च तद्वर्तते चौरवृन्द तु तत्रैव संवर्धते ॥ वल्लभं तत्सदा पापपूर्णात्मनां निन्दितं तत्सदा शिष्टलोकैः पुरम् । कारणं तत्सदानन्तदुःखोदधेरणं तत्सदाशेषसौख्योन्नतेः ॥
આ છંદ બેલતાં એક જુદી જ જાતની અસર થાય છે અને લેખ ઉપજાવનારની ચમત્કૃતિ નમનને છે એમ જરૂર લાગી આવે છે.
૧ એના ગુજરાતી અર્થ માટે જુઓ પ્ર. ૮. પ્ર. ૧. પૃ. ૧૮૫૫. ત્યાં પંક્તિ ૨૪ થી અર્થ શરૂ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org