________________
વગરના શાંત સ્થાનને શોધવાની તજવીજ તો જરૂર કરીએ. આખા નાટકને સિનેમાની ફિલમ (ફીમ) ની માફક પસાર થતાં અને તેમાં આપણને પણ પાઠ ભજવતાં જોતાં આવડે અને થોડે તટસ્થ ભાવ અનુભવાય તે સંસારચિત્રમાં એક સાધારણ પરિસ્થિતિ અનુભવી એનાથી તદ્દન દૂરની દશા પ્રાપ્ત કરવાનું મન થયા વગર રહે તેમ નથી. આખા ગ્રંથને શબ્દચિત્રમાં ઉતરવાનું આ રહસ્ય છે. સમજવા યોગ્યને સમજ્યા પછી, તજવા યોગ્યને તજવા અને આદરવા યોગ્યને આદરવા–એ એનો આશય છે. આખા ગ્રંથને સાર
સ્વપરનું વિવેચન અને ઓળખાણ” એટલા શબ્દમાં આવી જાય છે. પરિણતિની નિર્મળતાપૂર્વક પ્રગતિ કરવામાં એ શબ્દચિત્ર અનુપમેય સાધન છે.
ઉપર ઉપરથી કે નવલકથાની માફક અથવા છાપાના લેખની જેમ વાંચી જવા યોગ્ય આ ગ્રંથ નથી. એને તે વર્ષો સુધી વાંચવા ગ્ય છે, મનન કરવા યંગ્ય છે, જીવવા યોગ્ય છે, વારંવાર વિચારવા યોગ્ય છે અને જીવન
વ્યવહારના પ્રત્યેક પ્રસંગ સાથે વણી દેવા યોગ્ય છે. એને ઉપર ઉપરથી વાંચી નાખવામાં નુકસાન નથી, પણ ખરો લાભ તે એને રસ જમાવવામાં છે અને તે તે ખૂબ નિદિધ્યાસન પછી જ આવે તેમ છે. જે આખા સંસારનું મૂળ જાણવું હોય, આ ચાલી રહેલી ધમાધમને મર્મ વિચારો હોય, અનેક પ્રવૃત્તિની પાછળ કશો હેતુ નથી એ સમજવું હોય, જીવનના આદર્શ કેવા હોઈ શકે તેનો નિર્ણય કરવો હોય અને આખા જીવનવ્યવહારમાં સરખામણી લાવવાની જરૂરીઆત ભાસતી હોય તે તેને સ્પષ્ટ વ્યક્ત કરે અને ઊંડા સદ્વિચારમાં નાખી દે તેવી અનેક બાબતો આમાંથી મળી આવે તેમ છે. બાકી અર્થ કે હેતુ વગરની દોડાદોડી કે સમજ્યા વગરની આલસ્યમય જિંદગી ચાલુ રાખવી હોય, એક ખાડામાંથી બીજામાં પડવાની ચિરકાળની સ્કૂલનાને સુધારી લેવાની જરૂર ન ભાસી હોય, જીવનનાં ઊંડાણમાં પિસવાની હોંશ ન થતી હોય તેવાઓને માટે આ ગ્રંથ બહુ ઉપયોગી તે ન જ ગણાય. આટલી વિગત જણાવી અત્ર વિરમું છું.
આ આખો ચર્ચા અને ચરિત્ર વિભાગ સાઘત જોઈ જવા માટે મારા મુરબ્બી કાકાશ્રી કુંવરજી આણંદજીને અને પ્રકટ કરવા માટે શ્રી જૈન ધર્મ પ્રસારક સભાને આભાર માનું છું.
મુંબઈચપાટી સીફેસ. મલબાર વ્યુ. સં. ૧૯૯૫.
મે. ગિ, કાપડીઆ પ્ર. શ્રાવણ શુક્લા પંચમી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org