________________
ગ્લાનિ થાય છે. તમે અમુક લેખકના લેખનું મનન કરે અને પછી તેમાં જીવ પવો ત્યારે તેની સાથે તમારી એકાત્મતા થાય છે. એવો ભાવ મને ઘણી વાર સ્પર્યો છે. હું તે હજુ પણ બનશે ત્યારે એ પાત્રની નામાવળી તે જોયા જ કરીશ.
આ ગ્રંથ બરાબર વંચાશે તે સંસારમાં જે જે ચિત્ર અનુભવાશે તેના ઊંડાણમાં ઉતરવાનું મન થશે, માત્ર એના બાહ્ય વર્ણનમાં કે વર્તનમાં રાચી જવાની બાબતથી દૂર રહેવાની વિદ્યા આવડશે-અને તેમ થાય તો સંસારને ઓળખવાની રીતિમાં બહુ મોટો ફેર પડી જશે. એના દાખલામાં રસનાની વાત જ લઈએ. વદનકટરમાં રહેનાર રસના તે સર્વને હોય છે, પણ એની સાથે લોલતાને જોડવામાં આવે ત્યારે કામ ઘણું ચીક્કટ બની જાય છે અને રસના જાતે લેગિની હોવા છતાં એ એની દાસી લેતા સાથે આવે છે ત્યારે પ્રાણને પરવશ-પરભાવમાં રમણ કરતે બનાવી દે છે. એવી જ રીતે ઘાણ સાથે ભુજંગતા આવે કે કૃતિ સાથે સંગ આવે ત્યારે ઇકિય આસક્તિ થાય છે અને તે ખરી સંસારવૃદ્ધિ છે એ વાત માનસવિદ્યાના અસાધારણ જ્ઞાન વગર સૂઝે કે સમજાય તેવી નથી સર્વને સ્પર્શન, રસ, ઘાણ, ચહ્યું કે કાન હોય છે, પણ તેના ઉપયોગને અંગે તેમાં જે રસ પડે છે, તેમાં આસક્તિ થાય છે, તે સંસારનું કારણ છે, એ વાત આ ગ્રંથ વાંચતાંવિચારતાં સમજાય તેમ છે. આવા પ્રકારનું માનસિક વલણ થઈ જાય, બનાવ કે દેખાવના ઊંડાણમાં ઉતરતાં આવડી જાય, ઉપર ઉપરના ખ્યાલમાં પરિપૂર્ણતા માનવાની ટેવ દૂર થઈ જાય, તે સંસારને પાર પામવાની એક અતિ મૂલ્યવાન ચાવી હસ્તગત થઈ જાય તેમ મને લાગ્યું છે. એમ થાય એટલે કેટલીક વાર સામાને આપણે નમ્રતા બતાવવા જતાં અભિમાન પોષીએ છીએ, માફી માગવા જતાં અંતરમાં ક્રોધથી ભરપૂર દશામાં હોઈએ છીએ, અમે કાંઈ નથી એમ કહેવા જતાં દંભથી ભરપૂર હોઈએ છીએ, છૂટછાટ મૂકવા જતાં લેભમાં તણાયેલા હોઈએ છીએ—એને ખ્યાલ આવી જાય. આ પ્રમાણે થાય તે વિચારકના હાથમાં સંસારચક્રની એક ભારે મહત્તવની ચાવી આવી જાય તેમ છે.
અને આ સામે રમાતું નાટક શું છે, એમાં રમનારા પાત્રો સાથે આપણે સંબંધ કે છે, આપણે પિતે એ નાટકમાં કેટલે અને કેવો ભાગ ભજવી રહ્યા છીએ અને આખી દેડતી દુનિયા કેવા ચકરાવામાં પડી ગઈ છે-એ નાટક જોતાં અને અનુભવતાં આવડે તે આપણે નાટકમાંથી તુરતમાં નીકળી તે ન જઈએ, પણ એ નાટકથી અતીત-દૂર અને એની અસર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org