________________
૧૪
લખ્યો નથી, એમનું દૃષ્ટિબિન્દુ પિતાની આત્મખ્યાતિ કરવાનું હતું નહિ. એમને પોતાની વિદ્વત્તા બતાવવાની ઈચ્છા પણ નહતી; એમને તે શેય, શ્રદ્ધેય અને અનુડેય બાબતે રેચક ભાષામાં સંગ્રહ કરીને જનતા સમક્ષ અનુપમેય શબ્દચિત્ર રજૂ કરવું હતું અને તેમાં તેઓ ખૂબ ફતેહમંદ થયા છે એ બતાવવાને આ ઉપઘાત ગ્રંથને આશય છે.
પ્રાચીન લેખકનું દૃષ્ટિબિન્દુ પ્રાયઃ આધ્યાત્મિક હોય છે. એમને આત્મખ્યાતિ માટે વિચાર પણ ભાગ્યેજ હોય છે. અનંત કાળના ભવચક્રમાં કયાંથી ક્યાં ઘસડાઈ જનાર પ્રાણીની ખ્યાતિ કેવી? અને બીજે ઘસડાયા પછી અહીં નામ રહી ગયું છે તેથી શું ? અને નામ કોનાં રહ્યાં છે ? ભવપ્રપંચ સમજનારને તે આ સત્ય દીવા જેવું લાગે એમ જણાવવા જેટલી જરૂર પણ ભાગ્યે જ હોય. મુદ્દો એ છે કે આ ગ્રંથ વિદ્વત્તા શોધવાની નજરે જોવા કરતાં આત્માની નજરે જો. તે ખૂબ પ્રાપ્ત થાય એવો એ ગ્રંથ છે. ગ્રંથકર્તાએ અસાધારણ વિદ્વત્તા બતાવી છે અને તેની થોડી હકીકત આ ઉપોદઘાતમાં રજૂ પણ કરી છે, પણ ગ્રંથની વિશિષ્ટતા હું એમાં માનતા નથી, મને તે એનું સંસારપ્રપંચસ્વરૂપ બહુ આકર્ષક લાગે છે, એની ચિત્તવૃત્તિ અટવીમાં મોહરાયનું સિંહાસન કે એના વિવેકપર્વત પરના ચારિત્રધર્મરાજ અક૯ય છે, અસાધારણ છે, આકર્ષક છે, હૃદયને વીંધી નાખે તેવા છે અને મુમુક્ષને વિચારમાં પાડી દે તેવા છે. મામા ભાણેજ સાથે એક વાર ભવચક્રની મુલાકાત લે, કે પ્રબોધનરતિ જેવા આચાર્ય કેવળીને સાંભળો ત્યાં અંતરચક્ષુ ઉઘડી જાય તેમ છે અને વિદ્યાકન્યા સાથે લગ્ન કરવાનું મન થઈ જાય તેમ છે. એની પુણ્યોદય-પાપોદયની ગોઠવણ, ભવિતવ્યતાનો દેર અને મહારાજા કર્મપરિણામ અને દેવી કાળપરિણતિનાં નાટક સમજવા ગમે તેવાં છે. તમને ખાત્રીથી કહું છું કે આવું શબ્દચિત્ર તમે અન્યત્ર કોઈ પણ સ્થાને જોઈ શકશે નહિ. આમાં મારો લેખક મહાત્મા તરફ પક્ષપાત નથી, પણ મને લાગ્યું તેવું અત્રે જણાવ્યું છે.
આ ઉપધાત પ્રકાશન સાથે મારે એ આનંદ આપનાર કુશળ પાત્રો-અગૃહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાળાથી માંડીને અનુસુંદર પર્યતના સર્વ સાથે સંબંધ ખતમ થશે, એના બાળ, મધ્યમ મનીષિ કે સદુધ મંત્રી કે સમ્યગુદર્શન સેનાપતિ વિગરે સર્વ દિગંતમાં ચાલ્યા જશે એના વિચારથી મને ખેદ થાય છે, એનાં નિજવિલસિત ઉદ્યાન કે ચિત્તવૃત્તિ અટવી જેવાં સ્થાને માત્ર વિચારપંથમાં જ રહેશે એથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org