________________
૧૩૬
[ શ્રી સિદ્ધર્ષિ ઉપમિતિ ગ્રંથ : પ્રત્યેક શબ્દ સૂચક છે, અર્થથી ભરેલું છે અને અનેક વિચાર અને અનુભવને જાગ્રત કરે તેવો છે. આ પદ્યરચના એવી પ્રઢ અને મુદ્દાસરની છે કે એ જે કાઈ ખરા અભ્યાસીના હાથમાં આવે તો એને વાંચીને એ ગજ ગજ ઉછળે.
એવું જ સુંદર વર્ણન બાકીની છએ પિશાચીઓનું એ પ્રકરણમાં આવે છે. એમાં રૂજા (વ્યાધિ) સાથે જે વ્યાધિઓનાં નામ ગણાવ્યાં છે તે તેમનું વૈદકશાસ્ત્રનું જ્ઞાન બતાવે છે અને મૃત્તિ (મરણ) ના વર્ણનમાં એ દેવ અને દરિદ્રમાં, જુવાન અને વૃદ્ધમાં ગતિ કરી શકે છે એનું વર્ણન કરતાં અભુત શબ્દપ્રયોગ કર્યો છે. મને એમની ખલતા ભારે અભુત (વર્ણનમાં) જણાઈ છે. તેઓ એને વર્ણવતાં એને પાપોદયની પ્રેરણાનું પરિણામ કહી પછી એના પરિચારમાં શાઠય, પશૂન્ય, દુશીલ, વૈભાગ, ગુરુવિપ્લવ, મિત્રદ્રોહ, કૃતનતા, નિર્લજપણું, મદ, મત્સર, મર્મોદ્દઘાટન, યાત્ય, (બેશરમ પણું ), પરપીડનનિશ્ચય અને ઈષ્યને જણાવે છે. એ શબ્દસમૂહ અભુત છે, એને ઓળખવામાં સંસારયાત્રાનું સાફલ્ય છે અને એને સમજવામાં ચાતુર્ય છે. ગરીબાઈ (દરિદ્રતા) એમણે અદ્દભુત વર્ણવી છે અને એકંદરે આ આખું પ્રકરણ ખાસ પદ્યરચનાને સુંદર નમૂનો પૂરો પાડે છે. એ સર્વથી તદ્દન જુદી પડે એવી પદ્યરચના છે અને તે પર ધ્યાન ખેંચવાની ખાસ જરૂર ભાષાપ્રયોગની નજરે જ લાગે છે.
માત્ર સ્થળસંકોચને કારણે વધારે ટાંચણે આ મુદ્દા પર મેં આપ્યા નથી, બાકી એ આખું પ્રકરણ મૂળરૂપે ખાસ આપવા યોગ્ય છે. (૨) પદ્યવિભાગે બીજા છની રચના.
અનુષ્ણુભ કલેકેની અવેલેના એ પ્રમાણે થઈ. પદ્યરચનાને અંગે છૂટા છૂટા બીજા પણ છેદે આવે છે, પણ એકંદરે તેની સંખ્યા ઘણુ અલ્પ છે તેથી તેના અવલોકનમાં બહુ કહેવા જેવું રહેશે નહિ. દરેક પ્રસ્તાવને છેડે તેમણે બે અથવા ત્રણ કો અન્ય છંદમાં લખ્યા છે તે સુંદર છે અને ભાષાવતરણમાં પણ તે લખ્યા છે. ઉપરાંત વચ્ચે વચ્ચે તેમણે દ્રતવિલંબિત વધારે પ્રમાબુમાં લખ્યા છે. તેમને ભાષાપ્રયાગ તેમાં પણ બહુ સુંદર છે. મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org