________________
૧૩૨
[ શ્રી સિહર્ષિ : ઉપમિતિ ગ્રંથ આ લંબાણ ટાંચણ ખાસ સકારણ આપ્યું છે, લેખકની ભાષાપ્રઢતા, ભાષાસ્પષ્ટતા અને ભાષા પરનો કાબુ અસાધારણ છે તે બતાવવા આ એક દષ્ટાન્ત તારવી કાઢયું છે. એમણે ક્ષાંતિદેવીનાં ચારે વિશેષણો ઘણું સુંદર રીતે ઘટાવ્યાં છે, અને તેમાં જોવાની મજા તેમની કળા છે. એમની ભાષા સમૃદ્ધિ અલોકિક છે અને શબ્દસમૃદ્ધિ અમાપ છે.
આવી રીતે પ્રત્યેક વ્યક્તિ કે સ્થાનનાં ચાર ચાર વિશેષણ સમાસાન્તર્ગત આપી તે પર પદ્યમાં યોગ્ય વિવેચન આપવાનાં અનેક દૃષ્ટાન્ત છે તેને અંગે નીચેના દાખલાઓ વિચારવા. અહીં તે પર વધારે વિસ્તૃત લંબાણ ટાંચણે સ્થળસંકેચથી અપાય તેમ નથી. એમાં વાકયોનાં નિબંધ અને શબ્દરચના ખરેખર જેવા લાયક છે. એનું યથાતપણું એથી પણ વધારે આકર્ષક છે પણ અત્યારે કળાની નજરે એમના પદ્યને આપણે વિચાર કરીએ છીએ તેથી તેટલા પૂરતું જ અત્ર ધ્યાન ખેંચ્યું છે. બાકી ચિત્તસંદર્યનગર કે એના શુભ પરિણામ રાજા કે એની નિષ્પકંપતા રાણી અને એમને પેટે થયેલી શાંતિ દીકરી પર તો પુસ્તકે લખાય તેમ છે. યથાસ્થાને એ બાબત જોઈ લેવી. અત્ર પદ્યરચનાની પ્રઢતાનાં બીજાં કેટલાંક દષ્ટાન્તને માત્ર નિર્દેશ કરી અટકી જઈએ. (a) ચિત્તસંદર્યનગરના ચાર વિશેષણે પર પદ્યરચના જેવા
યોગ્ય છે. એ નગર (૧) સર્વ ઉપદ્રવથી રહિત છે, (૨) સર્વ ગુણાનું નિવાસસ્થાન છે, (૩) કલ્યાણ પરંપરાનું કારણ છે અને (૪) મંદભાગી પ્રાણીઓને દુર્લભ છે. એના
ભાષાવતરણ વિવેક માટે જુઓ પ્ર. ૩. પ્ર. ૨. પૃ. ૩૬૧. (b) શુભપરિણામ રાજાનાં નીચેનાં ચાર વિશેષણે પર પદ્ય
રચના જુઓ—એ રાજા (૧) સર્વ લેકેનું હિત કરનાર છે, (૨) દુને દાબી દેવામાં ખાસ ઉદ્યમ કરનાર છે, (૩) સારાને પાળવામાં ખાસ ધ્યાન આપનાર છે અને (૪) કેશ અને દંડની સમૃદ્ધિથી પરિપૂર્ણ છે. એ ચાર વિશેષણની પદ્યરચનાના ભાષાવતરણ માટે જુઓ ક. ૩. પ્ર. ૨. પૃ. ૩૬૨–૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org