________________
મૂળ ગ્રંથની ભાષા અને શૈલી : ]
૧૨૯ ચેથા વિશેષણ માટે નીચે પ્રમાણે વર્ણન કરે છે –
ये जीवाः क्लीष्टकर्माणो वास्तव्यास्तत्र पत्तने । ते स्वयं सततं तीव्रदुःखग्रस्तशरीरकाः ॥ तथा परेषां जन्तूनां दुःखसङ्घातकारिणः ।
अतो भुवनसन्तापकारणं तदुदाहृतम् ॥' આ વર્ણનમાં ભાષા ઉપરને કાબૂ, સરળતા અને વિશેષણોને બરાબર સમજાવવાની ગોઠવણ એવી સુંદર છે કે એક વાર જે પ્રાણી રિદ્રધ્યાન બરાબર સમજ્યો હોય તે એની ખૂબી પારખી શકે. એના ચારે વિશેષણે બહુ અર્થસૂચક છે. એનો ખુલાસો તદ્દન સમજી શકાય તેવો છે. એમાં વધારે ખૂબી એ છે કે યોગના અભ્યાસીને એના પ્રત્યેક શબ્દમાં ભારે ચમત્કાર લાગે તેમ છે. આવું ભાષાસૌષ્ઠવ અન્યત્ર કવચિત જ લભ્ય છે એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.
આવો જ એક સારો દાખલે લઈ આવા પ્રકારના પદ્યવિભાગને નામનિર્દેશ માત્ર કરી દઈએ. સારે દાખલે સાથે બતાવવાનું કારણ એ છે કે રૈદ્રચિત્તનગરનું વર્ણન વાંચતાં મનમાં જે વૃણું થઈ હોય તેના જેમમાં ભાષાસૌંદર્ય પર ધ્યાન ન રહે. એટલા માટે મનને પસંદ આવે તેવું એ જ પ્રસ્તાવમાં ક્ષાંતિ પુત્રીનું વર્ણન છે તે પણ સરખામણું ખાતર ભાષાસછવને અંગે વિચારી લઈએ.
નંદિવર્ધનનો ક્રોધી સ્વભાવ કેમ દૂર થાય તેને ઉપાય તેના પિતા પદ્ધરાજા (પૃ. ૩૬૧ માં) જિનમતજ્ઞ નામના નિમિત્તિયાને પૂછે છે. તેના જવાબમાં તે જણાવે છે કે એક ચિત્તોંદર્ય નામે નગર છે. તેને શુભ પરિણામ રાજા છે. તેને નિષ્પકંપતા રાણી છે. તેમનાથી ક્ષતિ નામની દીકરી થઈ છે. એ દીકરીના લગ્ન નંદિવર્ધન સાથે થાય તો વૈશ્વાનર મિત્ર સાથે તેની દોસ્તી છૂટે. (પૃ. ૩૬૮). આ ચારે વર્ણને બહુ સુંદર છે અને પ્રત્યેકના
૧ આના ભાષાવિવેક માટે જુઓ પ્ર. ૩. પ્ર. ૨૧. પૃ. ૫૭૧-૨. ૨ એને ખ્યાલ સમુચ્ચયે કરવા જુઓ જૈન દષ્ટિએ યોગ” પ્રથમ વિભાગ પૃ. ૧૩૫–૧૪ર. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org