________________
ભાષાસલી :
૧૨૩ કરતાં પદ્ય ચઢે કે પદ્ય કરતાં ગદ્ય ચઢે એવા પ્રશ્ન થાય તે મને તે એમ લાગે છે કે બન્ને એક બીજા સામે ટક્કર મારે તેવા છે; છતાં એને ખુલાસે જ કરવા હોય તે મને તમને ગદ્ય વિભાગ ભાષા સાહિત્યની નજરે વધારે બળવાન એકસવાળો અને કળામય લાગ્યો છે. જે વિચારપ્રવાહ તેમણે ગદ્યમાં જાળવ્યું છે તેવા જ પદ્યમાં કર્યો છે, છતાં ગદ્યમાં મને કળા અને ભાષાનું જોમ વધારે લાગ્યાં છે.
હવે આપણે તેમના પદ્ય વિભાગની કેટલીક ખૂબીઓ તપાસી જઈએ.
(૧) તેમણે પદ્ય વિભાગને ઘણે ભાગ લોક અથવા અનુટુપમાં જ લખે છે. બત્રીશ અક્ષરના એ લેકમાં તેમણે છંદશાસ્ત્રની નજરે એક પણ ખલના કરી હોય એવું પ્રા. યાકેબી જેવા છંદશાસ્ત્રના અથંગ અભ્યાસીને પણ જડયું નથી. તેટલા માટે તઓ ઉપોદઘાતના પૃષ્ઠ ૨૪ માં લખે છે કે શ્લોકને લગતા છંદશાસ્ત્રના નિયમે શ્રી સિદ્ધષિએ બરાબર જાળવ્યા હોય એમ લાગે છે. એમણે હેમચંદ્રાચાર્યના પરિશિષ્ટ પર્વની પ્રસ્તાવનામાં એક વખત કોની છંદશાસ્ત્ર પ્રમાણે ટીકા કરી કેટલીક સ્કૂલના બતાવી હતી, જો કે ત્યારપછી જ્યારે છંદશાસ્ત્રના વિશેષ નિયમો તેમના ધ્યાન પર લાવવામાં આવ્યા ત્યારે તેમના ખ્યાલમાં આવ્યું હતું કે અમુક નિયમો પ્રમાણે લોકના એક પાદમાં આઠને બદલે સાત અક્ષર પણ આવી શકે છે. આ સર્વ હકીક્ત તેઓએ જાણું એટલે આ ગ્રંથના ઉપોદઘાતમાં તેનો સહજ ખુલાસો કર્યો છે જે અત્ર અપ્રસ્તુત છે. મુદ્દાની વાત એ છે કે તેમણે શ્રી સિદ્ધર્ષિના લોકમાં છંદશાસ્ત્રના તેમની જાણમાં નિયમો આવ્યા છે તેને અંગે કોઈ પ્રકારનો ભંગ કે સ્કૂલના તેઓ જોઈ શક્યા નથી. અને હિદના છંદશાસ્ત્ર ઉપર તેઓને અભ્યાસ એટલે આદર્શ ગણાય છે કે તેઓને એ અભિપ્રાય વાંચનારના ખ્યાલમાં લાવવાની જરૂર જણાય.
શ્લોકેની રચનામાં ભાષાપ્રવાહ કે સુંદર તેઓ રાખી શક્યા છે તેના કાંઈક દાખલા આપવા ગ્ય ગણાય. ગમે તે સ્થાનેથી આ દાખલા બતાવ્યા છે. એમાં કઈ વિશિષ્ટતા છે તે સંબંધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org