________________
ભાષાશૈલી : ]
૧૧૫ હોવા સાથે ભાષાપ્રસાદને નમૂને છે. એ ઉપરાંત એ આખા વાકયપ્રયોગમાં બીજું પણ ઘણું આકર્ષક તત્ત્વ છે. એમાં એક શહેરથી બીજે શહેર જતાં રાજમાર્ગો આવે, સાવર, વાવડી અને નદી આવે, નાના રસ્તા આવે, કેડીઓ આવે, ટૂંકા મોટા માર્ગે આવે અને છેવટે જે
સ્થાને પહોંચવું હોય તે આવે–તેનો માર્ગ અને તેનું વર્ણન અત્યંત ચેખવટથી અતિ ભવ્ય ભાષામાં કહ્યું છે, તે જેઓએ પગપાળા મુસાફરી કરી હોય તેને બહુ મજા આપે તેવું છે. આજકાલ રેલવેની મુસાફરીમાં તે એવાં દૃશ્યો આવે છે અને ચાલ્યા જાય છે કે જેથી એને નિરધાર કરી મન પર જમાવવાને સમય જ મળતું નથી, પણ ગાડામાગે કે પગે ચાલીને મુસાફરી કરનારને માનિ જે અનુભવ થાય છે તેનો ખ્યાલ કરવા જેવો છે. એ ખ્યાલ પણ આ વાકયમાં આવે છે. એને ભાષાપ્રભાવ અને પ્રવાહ અને હૃદય પર સચોટ અસર કરે તેવા છે. કોઈ પણ લેખકની સફળતા અને જે કહેવું હોય તે વાંચનારના મન પર ચિત્રરૂપે આળેખાઈ જવામાં જ રહેલી હોઈ, એવી અસર ભાષાપ્રયોગથી આ સિદ્ધ લેખક જરૂર ઉપજાવી શક્યા છે એમ સદર પ્રયોગથી લાગ્યા વગર રહેતું નથી.
(૪) “સતિ સપ્તમી” નામને બહુ સુંદર ભાષાપ્રગ સંસ્કૃત ગ્રંથમાં થાય છે. એ પ્રયોગ સાધારણુ લેખકો કદી કરી શકતા નથી અને કરે છે તેમાં સ્કૂલના થયા વગર રહેતી નથી. આ સિદ્ધ લેખકે એને ભવ્ય પ્રાગ ઠેકાણે ઠેકાણે કરીને ગદ્યને અતિ સમૃદ્ધ બનાવ્યું છે. એનાં દષ્ટ તેને પાર નથી. દાખલા તરીકે પ્રસ્તાવ ૭ ના સાતમા પ્રકરણમાં ચાર વ્યાપારી કથાનકની વાર્તા ચાલતાં ગુરુમહારાજ એને ભાવાર્થ કહી બતાવે છે. ચારુને હિતજ્ઞ ખરી વસ્તુ ઓળખવાની હકીકત કહે છે તે પ્રસંગે ભેગાવંચતા કેમ થાય તે બતાવતાં હિંસક કાર્યોથી ધર્મસાધન ન થાય એમ બતાવી ગુરુ કહે છે કે તમારે ધર્મ બુદ્ધિએ કદી અધર્મનું સેવન કરવું નહિ. પછી કહે છે કે
यत्पुनथ यूयं यथ: सुखेन वयं तिष्ठामो यतो भश्नयामो मांस, मित्यादि तदपि मुग्धताविज़म्भितमेव भवतां हास्यप्रायं विवेकि
૧. એને અંગ્રેજીમાં Locative Absolute instruction કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org