________________
ભાષાશૈલી : ]
૧૧૧ આ વાક્યમાં જેસ છે, પ્રસાદ છે, ચમત્કાર છે, કાવ્ય છે અને રસ છે. ગામની બહાર સુંદર ઉદ્યાનમાં સમ્ર ઉન્હાળામાં આનંદ ઉપજાવવા માટે હિમગ્રહની ચેજના જેમણે અનુભવી હશે તેઓ આના પ્રત્યેક શબ્દમાં રહેલ આનંદ અને મેજ (અને સાથે વિમનકુમારની ગિક અલિપ્તતા) અનુભવી શકશે. એ આખા વર્ણનમાં એક પણ અપરિચિત શબ્દ નથી અને છતાં એ હિમગ્રહની વિશાળ ઘટનાનું વર્ણન વાંચતા ચિત્રપટ રૂપે અંત:ચક્ષુ સન્મુખ ખડી ન થાય અને જે શાંતિ લોકેએ અનુભવી તેને બરાબર ખ્યાલ ન આપે તે પિતાની કલ્પનાશક્તિના અભાવ સિવાય બીજું કોઈ પણ કારણ વચ્ચે આવી શકે તેમ નથી. શરીર પર ચંદનને લેપ, ગળામાં પાટલની માળા, ચાલતા સુગંધી પંખાઓમાંથી નીકળતાં શીતળ સીકરે, આજુબાજુ થતું નૃત્ય, વિલાસિની સ્ત્રીઓના કટાક્ષ સાથે કુમાર પ્રવેશ કરે, સખ્ત ઉન્હાળામાં શિશિર ઋતુના ભાવો ભજવાય અને આસન તથા વાતાવરણ સખ્ત ગરમીમાં ઠંડીનું ભાન કરાવે ત્યારે મારવાડની ગરમીના સમયમાં સીમલા, મહાબળેશ્વરની એકાદ વાટિકામાં કે ઉદ્યાનમાં સંતપ્ત વાચકને લઈ ગયા વગર રહે જ નહિ એવો આ સુંદર ભાષાપ્રવાહ છે.
( ૨ ) ગદ્યને અંગે નીચેના વાક્યપ્રયેાગ તદ્દન સાદી પણ અતિ પ્રઢ ભાષામાં છે, એમાં સ્વરૂપદર્શનની સ્પષ્ટતા અને ક્રિયાપદને પ્રયોગ ખાસ લક્ષ્યમાં રાખવા જેવો છે. એવા અનેક સ્થાને આખા ગ્રંથમાં આવે છે. આપણે એવા સરળ પ્રયોગના થોડાં દષ્ટાન્ત જોઈએ.
(૪) બુધસૂરિએ પ્ર. ૫. પ્ર. ૧૩ માં સ્વરૂપદર્શન કરાવ્યા પછી ચાદમાં પ્રકરણમાં સાંસારિક સુખ કેવા પ્રકારનું છે તે બતાવતાં કહ્યું છે કે –
एवं च स्थिते महाराज ! य इमे जिनवचनामृतबहिर्भूताः संसारोदरवर्तिनो जन्तवोऽनवरतं वराका बध्यन्ते दृढकर्मसन्तानरज्वा, पीड्यन्ते विषयासन्तोषबुभुक्षया, शुष्यन्ति विषयाशापि.
૧. એના ભાષાંતર માટે જુઓ વિભાગ ૨ જે પ્ર. ૫. પ્ર. ૧૪. પૃ. ૧૨૫૬-છ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org