________________
ભાષાશૈલી : ]
૧૦૯ દારી માણસો સંસ્કૃત જ્ઞાનને લઈને સમાજમાં સ્થાન પ્રાપ્ત કરે તે કારણે અથવા તો તેમના સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ વધારે થઈ ગયો હશે તે કારણે આ ગ્રંથને લાભ સાર્વત્રિક કરવાના શુભ ઉદ્દેશથી તેમણે સંસ્કૃત ભાષામાં ગ્રંથ બનાવ્યો જણાય છે.
૨ મૂળ ગ્રંથની શૈલી આ વિષયની સાથે અતલગને સંબંધ ધરાવનાર ઘણે મહત્વને વિષય શ્રી સિદ્ધર્ષિ ગણિની શૈલી( style)ને છે. બળ, પ્રસાદ, જેસ
એમની શૈલીમાં ઘણું બળ છે, ભાષા સાદી પણ ઓજસવાળી છે અને વિચાર બતાવવાની તેમની પદ્ધતિ પ્રસાદપરિપૂર્ણ છે. એમણે પોતે લખ્યું છે તે પ્રમાણે તેમણે લાંબા લાંબા સમાસવાળી ભાષા વાપરી નથી કે અપ્રસિદ્ધ અર્થવાળી ગૂઢ ભાષા વાપરી નથી. આ ગ્રંથ એટલી સરળ ભાષામાં લખાયા છે કે જેઓ મૂળ ગ્રંથ વાંચી શકતા હોય તે તેની ભાષાને પ્રસાદ લેવા ચૂકે નહિ એવા એને પ્રભાવ છે. એક વાર ગ્રંથ હાથમાં લીધા પછી લેખકની રસ જમાવવાની શક્તિ અને વાર્તા કહેવાની પદ્ધતિ એવી મનમોહક છે કે એ ગ્રંથને સાદ્યત વાંચ્યા સિવાય તૃપ્તિ થાય નહિ. એથી પણ વધારે ખૂબીની વાત એ છે કે એક વાર ગ્રંથ વાંચ્યા પછી ફરી ફરીને વાંચતાં નવીનતા જણાય, નવા આશા સૂઝે અને ગ્રંથ વિશેષ રમણીય લાગે. “ક્ષણે ક્ષણે જે નવીનતા પામે તે રમણીયતાનું રૂપ છે ” એ સૂત્રને અત્ર સાક્ષાત્કાર થાય છે. સરળતા સાથે ભાષામાં જેસ આણવું એ બહુ મુશ્કેલ કાર્ય છે અને ભાષા પર અસાધારણ કાબૂ ન હોય તે કાં તો વિષય તદ્દન શુષ્ક થઈ જાય છે અથવા તે તે વ્યવસ્થા વગરને થઈ જાય છે અથવા અતિ સામાન્ય થઈ જઈ વિશિષ્ટ વાંચનારને નકામો થઈ પડે છે. આ ગ્રંથની રેલી એવી સુંદર રહી છે કે એમાં જેસ હેવા છતાં એ વિશિષ્ટતાને એક પણ જગ્યાએ વીસરી નથી અને એથી તદ્દન સામાન્ય વાંચનારને તેમાં તેના અધિકાર પ્રમાણે રસ પડે છે ત્યારે અસાધારણ બુદ્ધિવેવવાળાને એમાં વધારે રસ પડે છે અને બળવાન હૃદયવાળાને એમાંથી સારગ્રાહી તત્વ પ્રત્યેક પંક્તિમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org